• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

જખૌના ગોદિયા ક્રીકમાંથી `રેડ ફોર્સ'ના ત્રણ સભ્ય સાથે બોટ ઝડપાઈ

નલિયા, તા. 9 : અબડાસા પંથકમાં દરિયાઈ સુરક્ષા કવાયત `સાગર કવચ'ના બીજા દિવસે `બ્લૂ ફોર્સ'ની ટીમે ગોદિયા ક્રીક વિસ્તારમાંથી શંકાસ્પદ બોટને આંતરી `રેડ ફોર્સ'ના સભ્યો સહિત 5ાંચ ખલાસીને ઝડપી લીધા હતા. જખૌ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા જવાનો પેટ્રાલિંગમાં હતા તે દરમિયાન બપોરના સમય `ઉદલિયા પીર કી મદદ' નામની બોટ આવતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી રેડ ફોર્સના ત્રણ સભ્ય અને 5ાંચ ખલાસી મળી આવ્યા હતા.  તેમની પાસેથી રેડ ફોર્સના ઓળખકાર્ડ મળી આવતાં તમામ આઠ સભ્યને બોટ સહિત આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે લવાયા હતા. આ સંયુક્ત કાર્યવાહીમાં જખૌ મરિન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. એમ. ઝાલા, એસઓજી તથા એસઆઇબીની ટીમ જોડાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd