• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ખેલૈયાઓને ઘેલા કરવા ધ વીલા-રોટરી વોલસિટી નવરાત્રિ સજ્જ

ભુજ, તા. 8 : કુમકુમના પગલાં પડ્યાં... માડી તારા આવવાનાં એંધાણાં થયાં.... માતાજીની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, અને યુવાઓમાં ડાન્સ કલાસ સાથે જોડાઈને ગરબા શીખવાનો થનગનાટ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, ત્યારે મીડિયા પાર્ટનર તરીકે કચ્છના અગ્રણી અખબાર કચ્છમિત્રના સહકારથી નવરાત્રિ આયોજનનો બહોળો અનુભવ ધરાવતા અને ખેલૈયાઓમાં વિશ્વનીયતાની રૂએ મોખરે રહેલા ધ વિલા અને રોટરી વોલસિટીના સંચાલકો પોતાના બહોળા અનુભવ સાથે નવરાત્રિની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ભુજની ભાગોળે સેડાતા ખાતે આવેલા ધ વિલામાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ભુજને વિશ્વ ફલક સુધી પહોંચાડનાર મ્યુઝિક કંપોઝર મયૂર સોનીના બેન્ડના સથવારે સુરીલી ગાયિકા અમૃતા પાટિલ તથા ફોક સિંગર શૈલેશ બારોટ પોતાના કંઠના કામણ પાથરવા આતુર છે, સાથે ખૂબ જ પ્રખ્યાત સંગીત ઘરાનાની અને ઈન્ડિયન આઈડોલ ફેમ ગાયિકા સ્નેહા શંકર તથા પ્લેબેક સિંગર અને લાઈવ પર્ફોમર પર્લીન ગિલ સૌ પ્રથમ વખત કચ્છના આંગણે ખેલૈયાઓને રાસની રમઝટે ઝુમાવવા આવી રહ્યા છે. મુખ્ય આયોજક તથા ટાઈટલ સ્પોન્સર ટાઈમ સ્કવેર પ્રોપર્ટીઝના ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહના જણાવ્યા પ્રમાણે સમગ્ર કચ્છમાંથી રમવા માટે આવતા ખેલૈયાઓની અમારા પ્રત્યે વિશેષ અપેક્ષા રહેતી હોય છે અને એ માટે અમે જવાબદારી સાથે દર વખતે આગળના વર્ષો કરતાં પણ વધુ સારું અને મહાનગરોની ભવ્યતા સમાન આયોજન કરવા પ્રેરાતા હોઈએ છીએ અને આ વખતે એ જ રીતે ખેલૈયાઓને રમવાનો આનંદ આવે તેવું સુવ્યવસ્થિત આયોજન કરાયું છે. ઇવેન્ટ ચેરમેન જયંત ઠક્કરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજની ભાગોળે સેડાતા ખાતે આવેલા ધ વિલામાં તા. 11થી 20 ઓકટોબર સુધી તદ્દન નવા એમ્બીયન્સ અને ડેકોરેશન સાથે પરિવાર સાથે આવતા લોકોને પૂર્ણ સલામતી મળી રહે તે રીતે નામાંકિત સિક્યુરિટી એજન્સી સાથે આ આયોજન થઈ રહ્યું છે, તેમની સાથે હર્ષદ ઠક્કરે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રાયોજકો તરીકે કેમ્પા કોલા, શ્રી ક્ષેત્રપાળ ઈન્ફ્રા અને વાહ ચા ઉપરાંત સહયોગી તરીકે અથર્વ ડેકોરેટર્સ, ગાયત્રી કેટર્સ, ધન્ય ઈવેન્ટસ એન્ડ સ્ટેજ, ધ સ્માર્ટ કંપની, સાધના સ્ટુડિયો, દેસાઈ કાર્ડસનો સહયોગ સાંપડ્યો છે. રોટરી વોલસિટીના પ્રમુખ ડો. અભિનવ કોટકે જણાવ્યું હતું કે, લોકોને પાસ મેળવવા સરળ રહે અને ટિકિટ વિન્ડો પર પણ અનુકૂળતાથી મળી શકે તે માટે શહેરમાં મિરજાપર હાઈવે પર ટાઈમ સ્કવેર પ્રોપર્ટીઝ, હોસ્પિટલ રોડ ખાતે ઉદય એડવર્ટાઈઝિંગ, એરોપ્લેન સર્કલ મધ્યે ફલેવર્સ રેસ્ટોરન્ટ, અનમ રિંગરોડ પર ચિરાગ હસ્તકલા તથા વાણિયાવાડ મધ્યે અન્જાના ખાતેથી હાલમાં સિઝન પાસ તથા તા. 11થી દરરોજના પાસ મેળવી શકાશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd