ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ સંકુલને એક પરીપત્રમાં લીઝમ્ક્તુ કરવા મુદ્દે ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. કેન્દ્રીય
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયન રાજ્યમંત્રી શાંતનુ
ઠાકુરની દીનદયાળ પોર્ટ કંડલાની મુલાકાત દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં
પોર્ટ વપરાશકારોની બેઠક યોજાઈ હતી, જેમાં ડીપીએના ભાવિ વિકાસને
ધ્યાનમાં રાખીને વિવિધ મહત્ત્વપૂર્ણ ઈન્ફાસ્ટ્રક્ચરલ વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરાઈ હતી. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે રાજ્યમંત્રીનું
સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ડીપીએ પોર્ટ દેશના મુખ્ય બંદરોમાં
છેલ્લા સતત 16વર્ષથી સર્વાધિક
કાર્ગો હેન્ડલિંગ કરતું દેશનું અગત્યનું મહાબંદર છે. ડીપી વર્લ્ડના મેગા કન્ટેનર ટર્મિનલ, ગ્રીન હાઈડ્રોજન જેવા મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પો
તથા વધી રહેલા એકઝિમ કાર્ગોને ધ્યાનમાં રાખીને
પોર્ટના ઈન્ફાસ્ટ્રક્ચરનું સમયસર વિસ્તરણ જરૂરી છે. વધુમાં તેમણે જેટી નં.16 પછી દક્ષિણ તરફના તટે ઉપલબ્ધ
દરિયાકાંઠા વિસ્તારમાં તબક્કાવાર નવા ડ્રાય કાર્યો જેટીઓના વિકાસની કામગીરી કરવા તેમજ
પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર નવી જેટીનાં નિર્માણ માટે તાત્કાલિક ટેકનો-ઈકોનોમિક
ફિઝિબિલિટી સ્ટડી તથા ડીપીઆર તૈયાર કરવાની
કામગીરી શરૂ કરવા અનુરોધ કર્યો હતો. ચેમ્બરના મંત્રી મહેશ તીથાર્ણીએ કહ્યંy હતું કે, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવા માટે આધુનિક ગ્રેન્ટ્રી ક્રેન્સ, મોબાઈલ હાર્બર ક્રેન્સ તથા મિકેનાઈઝ્ડ કાર્ગો હેન્ડલિંગ સાધનોની સંખ્યામાં
વધારવાની અત્યંત જરૂરી છે તેમજ બ્લૂ ઈકોનોમી અને મેરીટાઈમ ટૂરીઝમનો વિકાસ અને પોર્ટની
અંદર માળખાંકીય સુવિધાઓ વિકસાવા ભાર મૂક્યો
હતો. ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીધામ
સંકુલના લીઝના પ્રશ્નો ઉકેલવા શિપિંગ મંત્રાલયના એક પરીપત્રથી સમગ્ર વિસ્તારને લીઝમુક્ત કરીને જમીન
રાજ્ય સરકારને સોંપવા આવે તેવો અનુરોધ કર્યો હતો, જેના થકી વર્ષો
જૂની જટિલ સમસ્યાનો અંત આવશે. દરમ્યાન કેન્દ્રીય શિપિંગ મંત્રીએ તમામ પ્રશ્નોને સાંભળ્યા બાદ યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી. રજૂઆત વેળાએ ચેમ્બરના પ્રતિનિધિ મંડળમાં સહમંત્રી જતિન અગ્રવાલ, કારોબારી
સભ્ય મનોજ મનસુખાણી, જગદીશ નાહટા, શરદ શેટ્ટી,
યોગેશ ઠક્કર, પરીવહન ઉદ્યોગકાર રોમેશ ચતુરાણી,
જુદા-જુદા સંગઠનના અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.