કોટડા (ચકાર), તા. 18 : દુનિયામાં
ભાગ્યે જ કોઇ દેશ હશે જ્યાં સદીઓ પૂર્વે શહીદ થયેલા જે-તે સમાજના પૂર્વજોના પાળિયા
પૂજાતા હોય. અહીં વાત છે ભુજ તા.ના કોટડા આથમણા ગામની. બારોટ વહીવચાંઓના ચોપડા મુજબ
સાડા ચારથી પાંચસો વરસ પૂર્વે વસાવવામાં આવ્યું છે. ગામના મુખ્ય પૂર્વજો વડેરાઓ માકાદાદા, ભગુદાદા અને સતી જશુમાના પ્રયાસોથી ગામની સ્થાપના
થઇ હતી. જે-તે વખતે વાહનવ્યવહારની સગવડ ન હોતાં ચોક્કસ સમયે જ તેના અનુયાયીઓ આવતા,
પણ હવે વાહનોની સુવિધા હોતાં દર આષાઢી બીજે કડવા પાટીદારોના માકાણી પરિવાર
કચ્છી નવા વરસે દાદાનાં દર્શન કરવા,
પૂર્વજોને યાદ કરવા અને અખિલ
ભારતીય પાટીદાર માકાણી પરિવારોના સ્નેહમિલનમાં હાજરી આપવા આવે છે તેમ રાષ્ટ્રીય
અધ્યક્ષ જણાવે છે. આષાઢી બીજના સમાજની દીકરીઓ પોતાના પરિવારો સાથે આવે, કુટુંબ, સગા સંબંધીઓને મળે, દાદાનાં
દર્શન કરે. સમસ્ત ભારતભરમાંથી આવેલા પરિજનોથી મળે, મહાપ્રસાદ
સાથે (દાનદક્ષિણા) ભેટ-પૂજા લઇ આર્શીવાદ સાથે બીજા દિવસે વિદાય લે છે તેમ પૂર્વ અ.ભા.પા. માકાણી પરિવાર છગનભાઇ માકાણીએ જણાવ્યું
હતું. તેમના કહેવા પ્રમાણે તેમના પૂર્વજો ગાયોની
વહારે આવી પ્રાણોની આહુતિ આપી હતી એટલે જ તેઓ પૂજાય છે.