• રવિવાર, 19 જુલાઈ, 2026

રાપરના શિક્ષકના પરિવારને પાંચ લાખ વીમા સહાય ચૂકવવામાં આવી

રાપર, તા. 18 : અહીંના સેલારી નાકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સોલંકી જલાભાઈ રાજાભાઈનું માંદગીના કારણે અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેન્કના સેલેરી એકાઉન્ટ અંતર્ગત મળતી વીમા યોજનાના લાભરૂપે સહાય આપવામાં આવી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઢીલા દ્વારા પરિવારને  પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એક્સિસ બેન્ક સાથે થયેલા કરાર મુજબ સેલરી એકાઉન્ટ ધરાવતા કોઈ પણ શિક્ષકનું કુદરતી અવસાન થાય તો તેમના પરિવારને પાંચ લાખની વીમા સહાય આપવામાં આવે છે. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સૌજન્યથી સમગ્ર પ્રક્રિયા બેંક દ્વારા ઝડપી અને સરળતાથી પૂર્ણ કરાઈ હતી. આ પ્રસંગે એક્સિસ બેન્કના શાખા પ્રમુખ જીતેન જીવનાની, ઓપરેશન હેડ  દિલીપ મહેશ્વરી, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતાસિંહ પરમાર, મહામંત્રી મહાદેવભાઈ કાગ, ઉપપ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, આંબાભાઈ મકવાણા, હસમુખલાલ ઠક્કર, ધવલભાઈ દવે, ચેતનભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd