• રવિવાર, 19 જુલાઈ, 2026

પ્રતિભાશાળી બાળકલાકારને પ્રોત્સાહન આપવામાં આવ્યું

ભુજ, તા. 18 : બાળપણથી પરોપકાર, સેવા, જીવદયા જેવા સદગુણો વિકસે એ હેતુથી ભુજના પ્રતિભાશાળી બાળ કલાકાર જિયા ત્રિપાઠી દ્વારા ભુજ સાહેલી મલયસ્મૃતિ પ્રેરિત યંગ જાયન્ટ્સ ગ્રુપની સ્થાપના કરવામાં આવતાં શપથવિધિ સમારોહ યોજાયો હતો. ભાવિનીબેન ત્રિપાઠી, મલયસ્મૃતિ પ્રમુખ રક્ષાબેન ત્રિપાઠી અને ઇન્સ્ટોલેશન ઓફિસર જયાસિંહભાઇ પરમારે તમામ સભ્યો, હોદ્દેદારો અને પ્રમુખને શપથ લેવડાવ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારંભમાં જાયન્ટ્સ ફેડ. 3-બીના પ્રમુખ ડો. મધુકાંત આચાર્ય, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ આશિષભાઈ ત્રવાડી, મંત્રી હરેશભાઈ ઉપાધ્યાય સહિત કારોબારી, સમગ્ર ટ્રસ્ટી મંડળ, રાવલવાડી સ્કૂલનો સમગ્ર સ્ટાફ, કચ્છ યુનિવર્સિટી અંગ્રેજી વિભાગના વડા ડો. કાશ્મીરાબેન મહેતા, ક્ષત્રિય સમાજ મહિલા અગ્રણી અને કચ્છ જિલ્લા રાજપૂત મહિલા સભાના પ્રમુખ  ચેતનાબા જાડેજા, સામાજિક અગ્રણીઓ, યુનિટ ડાયરેક્ટર  અરુણભાઈ જોષી, ભુજ જાયન્ટ્સ પ્રમુખ અભિલાષ મહેતા, વાડીલાલભાઈબિપિન ઠક્કર, પૂર્વી ઠક્કર, જિજ્ઞા ત્રિપાઠી, બંસરી ગોર, છાયાબેન જોશી, પંક્તિ જોષી સહિત બહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.  જાયન્ટ્સ અને મલયસ્મૃતિ ગ્રુપ દ્વારા જિયાને સન્માનિત કરવામાં આવી હતી અને તમામ 21 મેમ્બરને ભેટ આપવામાં આવી હતી. જયપ્રકાશ ગોર, અજય જોષી, મનોજ જોષી, મોહિત જોષી ખાસ હાજર રહ્યા હતા. સંચાલન રશ્મિકાંત ઠક્કરે કર્યું હતું. વ્યવસ્થા સાવન ત્રિપાઠીએ સંભાળી હતી. 

Panchang

dd