• શુક્રવાર, 10 જુલાઈ, 2026

મોથાળા પ્રા. શાળામાં રેતી ઉપર હવે સિમેન્ટ નખાઇ

મોથાળા, તા. 9 : અબડાસાના મોથાળા ગામની પ્રાથમિક શાળામાં મેદાનમાં પેવરબ્લોક મામલે ઊઠેલી ફરિયાદને પગલે આજે તો રેતીની ઉપર સિમેન્ટ પાથરી દેવામાં આવતાં ગ્રામજનો પણ ચોંકી ઊઠયા કે, આટલી હદે ખુલ્લેઆમ ગેરરીતિ કોની મહેરબાનીથી ચાલે છે. લાખો રૂપિયા સરકારે શાળાની સુધારણા માટે ફાળવ્યા છે અને બારોબાર કોન્ટ્રાક્ટર ઠેકેદારોને આપી દેવામાં આવે છે. તેના પેટા કોન્ટ્રાક્ટરો આડેધડ કામ કરતા હોવાનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શાળા વ્યાસ્થાપન સમિતિએ તપાસ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ કેટલાનું છે અથવા ગ્રાન્ટ વિશે કોઇને માહિતી આપવામાં આવી નથી. કેમ કે, સરકાર એકબાજુ એસ.એમ.સી.ની પરવાનગી વગર પ્રા. શાળાઓમાં કોઇ કામ થવા જોઇએ નહીં  એવું જણાવે છે ને અહીં એસ.એમ.સી.ને જ ખબર નથી કે કામ કોણ કરાવે છે, કેવું કરાવે છે ! જૂના ઇન્ટરલોક ઉખેડી નાખ્યા પછી જો જૂના પેવરબ્લોક લાગેલા હતા એ શું ખોટા હતા. હવે રેતી પાથરી ડાયરેક્ટ તેની ઉપર સિમેન્ટનું કામ થાય છે એ કેટલું ટકશે એ તો ભગવાન જાણે, પણ ગ્રામજનોએ કામ આવા ન થવા જોઇએ તેવી માગણી કરી છે. 

Panchang

dd