ભુજ/માંડવી, તા. 12 : ભારત-બાંગલાદેશ
વચ્ચે કેવળ સરહદોનો જ સંગમ નથી થતો, પરંતુ પરસ્પરનું આકાશ, હવા, લોકશાહી
મૂલ્યો અને સમણાપણ સમાન છે. વિશ્વભરમાં એવો એક પણ લોકાશહી દેશ નથી, જ્યાં સમસ્યાઓના મુદ્દા ન હોય આપણે સકારાત્મક દૃષ્ટિ અને સૃષ્ટિ રાખવાની હોય,
તો જ પારસ્પરિક વિશ્વાસનું સ્થાપન સંભવ બને એમ બાંગલાદેશ ખાતેના ભારતીય
હાઇકમિશનર કચ્છી માડુ દિનેશભાઇ ત્રિવેદીએ ગુરુવારે સહોદર પડોશી દેશમાં કાર્યભાર સંભાળવા
પહોંચ્યા અગાઉ પોતાની કર્મભૂમિ કોલકાતા ખાતે `નેતાજી ભવન'માં રાષ્ટ્રીય સપૂત સુભાષચંદ્ર બોઝની પ્રતિભા-પ્રતિમાને
શ્રદ્ધાસુમન અર્પતા કહ્યું હતું. આ પછી તેઓએ ઢાકા જવા બાય રોડ પ્રસ્થાન કર્યું હતું.
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમા પૂર્વ રેલવે મંત્રી અને શ્રી ત્રિવેદીએ નેતાજી ભવન ખાતે
લાગણીઓ પ્રદર્શિત કરતાં જણાવ્યું હતું કે, `એલ્ગિન રોડ' ખાતે આવેલું રાષ્ટ્રીય ગૌરવ `નેતાજી ભવન'ની પોતાનાં રહેઠાણથી માંડ 400 ગજની દૂરીએ હોવાથી બાલ્યકાળથી સુભાષ બાબૂના આદર્શો, જીવનમૂલ્યોનું સિંચન નસીબ થયું છે. નેતાજીનાં
સ્વપ્નનું `ભારત' આદર્શ લોકશાહી અને માનવમૂલ્યોનું ઉદ્બોધક સ્વીકારવું
પડે બન્ને પડોશી દેશની સીમાઓ જ નથી મળતી, પરંતુ સંસ્કૃતિ,
સમણાં, હવા-વાયુ, ભાષા,
મૂલ્યોમાં પણ એકરૂપતા છે. બન્ને દેશ લોકશાહી મૂલ્યોનું જતન-સંવર્ધન આપસી વિશ્વાસે- સહકાર થકી જ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ
મોદીના વડપણવાળી સરકાર સમસ્યાઓનાં મૂળમાં જઇને નિવારણ કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે.
ઊંડા વિશ્વાસ સાથે તેઓએ ઉમેર્યું હતું કે, 140 કરોડ ભારતીય અને 20 કરોડ બાંગલાબંધુ મળીને 160 કરોડ ભાઇ-બહેનના આશીર્વાદ અને આસ્થા થકી સકારાત્મક રીતે આગળ
વધી શકાશે. `નેતાજી ભવન' ખાતે શ્રી ત્રિવેદી સુભાષ બાબુએ ઇ.સ. 1941માં હિંમતભેર વાસી જવા ઉપયોગમાં
લીધેલી `િવસ્મરણીયકાર' સાથે માથું ઝુકાવ્યું હતું. બંગાળના બન્ને હિસ્સામાં સમાન રહેણીકરણી,
ભાષા, (બોલી) સંસ્કૃતિ એક છે. ધોકે માર્યા પાણી
વિખૂટા ન પડી શકે એવી રીતે દૃષ્ટિ વિશ્વસનીય, ભવિષ્ય પર અપેક્ષિત
હોવાથી નકારાત્મક તત્ત્વોથી બચવું પડે એવું ઉમેર્યું હતું. - ત્રિવેદી
ઢાકા સુધી સડક માર્ગે પહોંચ્યા : માંડવી, તા. 12 : પ્રાપ્ત થતી જાણકારી મુજબ બાંગલાદેશ
ખાતે નિયુક્ત ભારતીય હાઇ કમિશનર દિનેશભાઇ ત્રિવેદીએ સાંપ્રત સમયમાં પ્રેરણારૂપી નવી
કેડી કંડારીને પ્રારંભિક કોલકાતા, ઢાકાની
સફર કાર મારફતે સડક માર્ગે કરી હતી. યાત્રાનો માર્ગ કોલકાતાથી ઢાકા જસોર થઇને કાપ્યો
હતો. દરમ્યાન તેઓએ પેટ્રાપોલ બેનાપોલ લેન્ડ પોર્ટ મારફતે બાંગલાદેશમાં પ્રવેશ કર્યો
હતો. ઐતિહાસિક મહત્ત્વ આગળ ધરતાં રાજકીય સૂત્રો અનુસાર તેઓની સડક યાત્રા બન્ને દેશ
વચ્ચે 50 વર્ષ કરતાં અધિક સમયની તવારીખ
તાજી કરાવે છે અને પારસ્પરિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. કોલકાતા અને ઢાકા વચ્ચે
સડક સંપર્ક હંમેશાં બન્ને રાષ્ટ્ર વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે મહત્ત્વનું સાધન
રહ્યું છે. પ્રવાસ કાર મારફતે 350 કિ.મી.ને
આઠેક કલાકનો સમય હોવાનું શ્રી ત્રિવેદીએ `કચ્છમિત્ર' સાથેના
સંવાદમાં કહ્યું હતું.