ભુજ, તા. 30 : તાજેતરમાં અખિલ કચ્છ મારવાડા
વણકર વિકાસ સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટ-કચ્છના સંયુકત ઉપક્રમે અખિલ કચ્છ મારવાડા
વણકર સમાજના પાલારા સ્થિત સમાજવાડી અને શૈક્ષણિક સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
હતો, જેમાં સાધુ-સંતો, રાજકીય
મહાનુભાવો તેમજ કચ્છ જિલ્લાના મારવાડા સમાજ તમામ પરગણાના પ્રમુખો તથા હોદ્દેદારો તથા
સમાજવાડી અને શૈક્ષણિક સંકુલના નિર્માણ માટેના દાતાઓ અને સમગ્ર કચ્છ જિલ્લામાંથી સામાજિક
અગ્રણીઓ અને મારવાડા સમાજના તેમજ અન્ય સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના
હસ્તે કાર્યક્રમના દીપપ્રાગટય બાદ નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું, સ્વાગત પ્રવચન અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ
સંઘ અને મારવાડા ચેરિટેબલ ટ્રસ્ટ-કચ્છના પ્રમુખ પચાણભાઇ વીરાભાઇ સંજોટે કર્યો હતો,
સમાજવાડીનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લાના મારવાડા સમાજ તમામ પરગણાના પ્રમુખો
શિવજીભાઇ આલાભાઈ મંગરિયા, હીરજી કાનજી લઉવા, ધનજીભાઇ ડાયાભાઇ બડિયા, અબડાસા પરગણાના મહામંત્રી નારાણભાઇ
પરગડુ તથા સમાજના હોદ્દેદારોના હસ્તે કરાયું હતું. શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન મંત્રી
ત્રિકમભાઈના હસ્તે, સાંસદની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા કમ્યુનિટી
હોલનું લોકાર્પણ સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ વિધાનસભા મતવિસ્તારના
ધારાસભ્ય કેશુભાઇ પટેલ તેમજ ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના
હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ઉદ્બોઘન કરતા ત્રિકમભાઇએ જણાવ્યું હતું કે, સમાજના શૈક્ષણિક વિકાસમાં જે કડીઓ ખુટતી હશે, તે પૂર્ણ
કરવા અમે કટિબદ્ધ છીએ. સાંસદ વિનોદભાઇએ ટૂંકાગાળામાં તૈયાર થયેલા આ સંકુલ બદલ સમાજના
હોદ્દેદારની ટીમને બિરદાવી હતી, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે
સમાજને અભિનંદન પાઠવી, પોતાની ગ્રાન્ટમાંથી હાઇ-વેથી સમાજવાડી
સુધી સી.સી.રોડ અને અને પુલિયાનાં કામ માટે ફાળવણી કરી હતી, ગાંધીધામના
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સમાજના સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે તત્પરતા દર્શાવી
હતી. આ કાર્યક્રમમાં મહંત પુરણદાસબાપુ (મથલ),
તુંવર મેઘરાજજીદાદા (લાખાપર), સંત પાલાદાદા (હોડકો),
મહંત તેજસ્વરી માતાજી (વજેપર) તેમજ હંસનિર્વાણ આશ્રમના મહંત કલ્યાણદાસબાપુ
તેમજ રાજકીય આગેવાનો પુરુષોતમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય
રાજેશભાઈ કાગી, વાલજીભાઇ આહીર, દેવજીભાઇ
લેઉવા, વેરશીભાઇ સંજોટ, હરિભાઇ જાટિયા,
રવિભાઈ નામોરી, ધનજીભાઇ સીજુ, ગોપાલભાઇ મકવાણા, દેવજીભાઇ સંજોટ તેમજ વિવિધ સમાજના સામાજિક-રાજકીય
અગ્રણીઓ અને મારવાડા સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે જૂની
રાવલવાડી, રામદેવ મહિલા મંડળની મહિલાઓ કાર્યક્રમને સફળ બનાવવા
સહયોગી બની હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ
ગાવિંદભાઇ મારવાડા, દેવજીભાઇ મકવાણા, ગોપાલભાઇ
નજાર, ધીરજલાલ સીજુ, હરિલાલ પુવાર વગેરેએ
જહેમત ઉઠાવી હતી. લોકાર્પણના કાર્યક્રમ બાદ રાત્રે મારવાડા સમાજના ઇષ્ટદેવ રામદેવજી
મહારાજની પાટ-કોરી, આરાધીવાણી ભજનનું આયોજન કરાયું હતું. સંચાલન
એડવોકેટ લાલજીભાઇ, પ્રેમજીભાઇ મકવાણા, શ્યામ
મકવાણા તેમજ આભારવિધિ એડવોકેટ કેશવજીભાઇ લોંચાએ કર્યા હોવાનું મીડિયા પ્રવકતા દેવજીભાઇ
સીજુની યાદીમાં જણાવાયું હતું.