• રવિવાર, 31 મે, 2026

ગાંધીધામના સેક્ટર-7માં દુર્ઘટના સર્જાય પહેલાં જર્જરિત બસ સ્ટેન્ડ તોડો

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામના મુખ્ય માર્ગ ઉપર કિડાણા તરફ જતા પરનું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત ગમેત્યારે પડે તેવી સ્થિતિમાં છે. ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આ જર્જરિત બસ સ્ટેન્ડને તોડી પાડવું જરૂરી છે.  અહીંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને સતત વાહનોની અવરજવર રહે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ખતરો વધારે છે, ભૂકંપ ઝોન હોવાથી નાના-મોટા આંચકાઓ આવે છે, જેથી આ બસ સ્ટેન્ડ ખતરારૂપ બની ગયું છે. જાગૃત નાગરિક સુરેશભાઈ ગુપ્તાએ કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આ બસ સ્ટેન્ડને તોડી પાડવાની માંગ કરી છે. 

Panchang

dd