• રવિવાર, 31 મે, 2026

દાતાઓના સહકારથી સીમાદળને 25 એરકૂલર-25 બાંકડા ભેટ

માંડવી, તા.30 : બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાઓના સહકારથી 25 એરકૂલર અને 25 બેંચ (બાંકડા) ભેટ અપાયા હતા. આ પૂર્વે પણ 27 એરકૂલર ભેટ અપાયા હતા. બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાએ છેલ્લા 25 વર્ષમાં અનેક ઉપયોગી વસ્તુઓ ભેટ આપીને દેશભક્તિનું કાર્ય કરેલું હોવાનું સમિતિના અરવિંદભાઇ જોશી, ચંદ્રકાંતભાઇ મોતા, દિનેશભાઇ મણિલાલ શાહ તથા વિશ્રામભાઇ ગઢવીએ જણાવ્યું હતું. ગરમીમાં રાહત આપવા છેલ્લા 15 દિવસમાં જ કુલ બાવન એરકૂલર અને 25 બેન્ચ (બાંકડા) બીએસએફના જવાનોને ભેટ આપવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.  દાતાઓમાં 15 એરકૂલરના દાતા મારવાડી ગુરુજી સદ્ગુરુ જીનાજી નાથાજી પ્રજાપતિ-અમદાવાદ, 3 એરકૂલર તથા 10 (બાંકડા)ના દાતા પટેલ મૂળજીભાઇ મેઘજીભાઇ વાલાણી હસ્તે નીલેશભાઇ વાલાણી (નાની વિરાણી) તથા અન્ય દાતાઓ સોનબાઇ લક્ષ્મીદાસ વીરજી ભારમલ તથા દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા `સબકા મંગલ હો'-અમેરિકા ગામ ધુણઇ (તા. માંડવી), માનબાઇ નાગજી શામજી વીરા પરિવાર (ગામ દેવપર-ગઢવાળી, તા. માંડવી) હસ્તે રંજનબેન પ્રવીણભાઇ વીરા, સાકરબેન વિશનજી વીરા અને વિશનજી લીલાધર વીરા હસ્તે અતુલ, યોગેશ અને હર્ષા  (ગામ દેવપર), વિધિ રિંકેશ મોહન ગડા (ભોજાય, તા. માંડવી), કંચનબેન કરશનજી મહેતા (હસ્તે ધીરજભાઇ મહેતા, ગોધરા-મુંબઇ) તથા સ્વ. શાકરબેન અને સ્વ. વિશનજી લીલાધર વીરા (ગામ દેવપર ગઢવાળી તા. માંડવી)ની સ્મૃતિમાં હસ્તે પ્રવીણભાઇ નાગજી વીરા- એડવોકેટ સોલિસીટર રહ્યા હતા. 

Panchang

dd