પાલારા (તા. ભુજ), તા. 23 : જિલ્લાની
પાલારા જેલનાં પરિસરમાં આવેલી ગૌશાળામાં હાલમાં 80થી વધારે ગૌવંશની દેખરેખમાં છ જેટલા પાકા કામના કેદી જોડાયેલા
છે. વહેલી સવારથી રાત સુધી ગૌવંશના નીરણથી
લઈને દોહન સહિતનાં કામ સાથે ખેતીની જમીન ઉપર રંજકો,
જુવાર અને મકાઈ સહિતના પાકોનું વાવેતર પણ કેદીઓ કરી રહ્યા છે. સૂકાચારા,
ભૂંસું, ખાણ-દાણ માટે જરૂરિયાત પ્રમાણે દાતાઓનો
સહયોગ સાંપડી રહ્યો છે. બંદીવાનો દ્વારા ગૌવંશના જતન સંવર્ધનને પગલે પાલારા ગૌશાળામાં
આશ્રિત ગાયો સ્વસ્થ બની હોવાનું જણાવ્યું હતું. ગૌશાળાની બાજુમાં વાડી વિસ્તાર,
શિવાલયથી આધ્યાત્મિક વાતાવરણ જોવા મળે છે. જેલ અધીક્ષક બી.બી. પરમાર,
ગૌશાળા ઈન્ચાર્જ એસ.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ કેદીઓની ગૌસેવા પ્રવૃત્તિની
જેલની મુલાકાતે આવતા લોકોએ સરાહના કરી હોવાનું જણાવાયું હતું.