ભારતને નરકનું દ્વાર ગણાવતો પત્ર અમેરિકી રાષ્ટ્રપતિએ રિપોસ્ટ
કર્યો : નવી દિલ્હી, તા. 23 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ખરેખર ચસ્કી ગયું
હોય તેમ ટ્રમ્પે અમેરિકી રેડિયો કલાકાર માઈકલ સેવેજનો પત્ર રિપોસ્ટ કરીને ભારતને `નરકનું દ્વાર' ગણાવી નાખ્યું હતું. સેવેજના પત્રમાં ભારત ઉપરાંત
ચીન અને અન્ય દેશોને પણ `હેલહોલ' એટલે કે નરકનું દ્વાર કહેવાયા છે. ટ્રમ્પની
આ અપમાનજનક ચેષ્ટા અંગે ભારતનાં વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા આવી હતી. મંત્રાલયના
પ્રવક્ત રણધીર જયસ્વાલે કહ્યંy હતું કે, અમે અમુક
અહેવાલો જોયા છે. હું માત્ર એટલું જ કહીશ. અમેરિકી જન્મસિદ્ધ નાગરિકતાના કાયદામાં બદલાવની
માંગ કરતા પત્રમાં વંશિય ટિપ્પણી પણ કરાઈ છે. પત્રમાં મૂળ અમેરિકી નાગરિક નથી, તેમનાં બાળકોનો અમેરિકામાં
જન્મ થયો છે, માત્ર તેવા આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈનો વિરોધ
કરાયો છે. આ મુદ્દા પર અદાલતમાં પ્રક્રિયાનાં સ્થાને રાષ્ટ્રીય જનમત સંગ્રહ થવો જોઈએ,
તેવું ટ્રમ્પે પોસ્ટ કરેલા પત્રમાં જણાવાયું હતું. પત્રમાં ભારત અને
ચીનના પ્રવાસીઓ માટે વાંધાજનક ભાષાનો પ્રયોગ કરતા અમેરિકી રેડિયો હોસ્ટે તેમને `લેપટોપવાળા ગુંડા' લેખાવી દીધા હતા. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સાથે સારા સંબંધો હોવાનો દાવો કરતા હોય, પરંતુ બીજા કાર્યકાળમાં
ટ્રમ્પ અનેકવાર ભારત વિરોધી ટિપ્પણી કરતો રહ્યો છે - `મહાન દેશ ભારતનું નેતૃત્વ મારા
ખૂબ સારા મિત્ર કરે છે' : ટ્રમ્પ : નવી દિલ્હી, તા. 23 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત અને ચીન જેવા દેશોનું વર્ણન કરવા માટે `નરક'
જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો કે, વિવાદ વધતાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ નિવેદન જારી કર્યું હતું,
જેમાં ભારતને `મહાન દેશ' ગણાવ્યો
હતો અને ભારતના ટોચના નેતૃત્વમાં તેમનો એક ખૂબ જ સારો મિત્ર છે તેમ જણાવ્યું હતું.
વ્યાપક દબાણ અને રાજદ્વારી પરિણામોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે 24 કલાકમાં સૂર બદલી નાખ્યો હતો.
નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે સ્પષ્ટતા કરી હતી કે, ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત એક મહાન રાષ્ટ્ર છે અને તેના શીર્ષ નેતૃત્વમાં રહેલી એક વ્યક્તિ મારા
ખૂબ સારા મિત્ર છ તેમ કહ્યું હતું.