ભુજ, તા. 23 : લખપત તાલુકાની 13 વર્ષીય સગીરાનો ચોરીછૂપી વીડિયો
ઉતારી સંબંધ બાંધવા દબાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ સંવેદનશીલ બનાવ આજે નારાયણ સરોવર
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી મોહન કચરા મહેશ્વરી (પીપર)એ સગીરાનું ચોરીછૂપીથી
વીડિયો ઉતારી પોતાની સાથે સંપર્ક રાખવા સતત દબાણ કરતો અને વારંવાર ફોન કરતો હતો. પોલીસે
બાળસંરક્ષણ અને પોકસો એકટની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. આરોપીની અટક બાકી
હોવાનું પોલીસે જણાવ્યું હતું.