• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

કચ્છમાં આજે સાંજથી જાહેર પ્રચાર શાંત થશે

ભુજ, તા. 23 : એપ્રિલના પ્રારંભે સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફુંકાયુંને મતદાન માટે 26 એપ્રિલ મુકરર કરાઈ હતી. બસ પછી આ ચૂનાવી જંગમાં કચ્છની 422 બેઠકો માટે જંપલાવી ચૂકેલા ઉમેદવારોની પસંદગી કરવાનો સમય આવી ગયો હોવાથી છેલ્લા 10 દિવસથી ચાલુ રહેલા પ્રચાર-પ્રસારનો જાહેર તખ્તો કાલે 24મીએ સાંજે છ વાગ્યાથી શાંત થઈ જશે તે ડોર-ટુ-ડો પ્રચાર અલમમાં આવશે. રવિવારે કચ્છના 1090 મુરતીયાઓનું ભાવિ ઈલેકટ્રોનિક મશીનમાં શીલ થવાનું છે. એક બાજુ ચૂંટણીની ગરમી અંતિમ ચરણમાં છે. બીજીબાજુ સૂર્ય નારાયણનો પ્રકોપ આજથી વધીને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હોવાથી 26મીએ મતદાનના દિવસે તાપમાન વધશે તેવી હવામાન વિભાગે અગાઉથી  ચેતવણી આપી છે કે પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગે મતદાનનો સમય સવારે એક કલાક વહેલો કર્યો છે. હવે સવારે 7થી 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગરમી વધવાના ભયની અનેક ઉમેદવારોનો પસીનો અત્યારતી છૂટયો હતો.  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો હવાલો સંભાળતા અધિક કલેક્ટર દિપેશ ચૌહાણનો સપંર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, મતદાનના 48 કલાક પહેલા એટલે કે 24મીએ સાંજે 6 વાગ્યા પછી જાહેર પ્રચાર બંધ થઈ જશે. નિયમો પ્રમાણે ક્યાંય કોઈ ઉમેદવાર કાલે સાંજે 6 વાગશય પછી જાહેરસભા-જાહેર રેલી કે લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. કેમકે 48 કલાક પહેલા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. - 24મીએ સાંજ પછી ઉમેદવારો મતદારોના ઘરો-ઘર જઈને રૂબરૂ પ્રચાર કરી શકે છે. : કચ્છમાં જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી ગત 15મીએ એક ફોર્મ પરત ખેંચાઈ જતાં હવે 37 બેઠકો પર મતદાન થશે. જ્યારે પંચાયતમાં 37 બેઠકો પર 100 ઉમેદવારો મેદાનમાં છે., 9 તાલુકા પંચાયતની બેઠકોમાં 460, સુધરાઈમાં 371, ગાંધીધામ મહાનગરપાલિકામાં 159 ઉમેદવારોમાંથી મતદારો પસંદગી કરવાના છે જેનું પરિણામ 28મી એપ્રિલે જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્ય કુલ્લ 448 બેઠકો હતી તેમાંથી 26 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે 15મીએ અંતિમ ચિત્ર સ્પષ્ટ થતાં 422 સીટ પર ચૂનાવી જંગ જામવાનો છે. 26મીએ સવારથી સ્થાનિક સ્વરાજ્યના કુલ્લ 14.50 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જનપ્રતિનિધિને ચૂંટવાના છે. કચ્છમાં કુલ્લ 1893 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને 8355 કર્મચારીઓ પોલીંગ સ્ટાફમાં જોડાવાના છે. - કામદારો માટે રવિવારે ખાસ રજાનો હુકમ : ભુજ, તા. 23 : ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પરિપત્ર મુજબ આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય/ પેટા ચૂંટણી અન્વયે તા. 26/04ના મતદાન યોજાનાર છે. આ દિવસે રવિવાર હોવાથી પાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જાહેર રજા હોય છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ રેલવે, ટેલીફોન, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, પોસ્ટ ઓફિસ વગેરે તેમજ દુકાનો અને વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરીઓ આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ / કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ હોય છે. આવા તમામ કામદારો માટે ખાસ રજા રાખવાનો કલેક્ટરે હુકમ કર્યો હતો. - ખર્ચ ઓબ્ઝર્વર તરીકે  નિમણૂક અપાઈ : ભુજ, તા. 23 :   રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કચ્છ  જિલ્લામાં જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને નગરપાલિકા તથા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ખર્ચ ઓબ્ઝર્વર તરાલ ફ્રેડા રમેશભાઇ, સહાયક રાજ્યવેરા કમિશ્નર, સહાયક રાજ્યવેરા કમિશ્નરની કચેરી, અમદાવાદની નિમણૂંક કરવામાં આવી છે.  ખર્ચ ઓબ્ઝર્વર તરાલ ફ્રેડા રમેશભાઇનો મોબાઈલ નંબર 9601612485 છે. ખર્ચ ઓબ્ઝર્વરના  લાયઝન અધિકારી તરીકે નરેન્દ્રકુમાર માકાસણા, રાજ્યવેરા અધિકારી, સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી, ભુજ, મોબાઇલ નંબર. 9727615815 તથા મદદનીશ લાયઝન અધિકારીશ્રી તરીકે તસ્લીમ સુમરા, રાજ્ય વેરા નિરીક્ષક, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરી, ભુજ, મોબાઇલ નંબર – 9904123046 રહેશે .  

Panchang

dd