• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

દેશભરમાં ડ્રાઇવરો માટેના ઉભા થશે સ્વાસ્થ્ય કેન્દ્ર ; મુન્દ્રાથી આરંભ

મુન્દ્રા, તા. 23 :  ડ્રાઇવરોનું જીવન કપરૂ હોય છે ને મુન્દ્રામાં રોજની હજ્જારો ટ્રકોનું પરિવહન થાય છે.  ભારતભરના ડ્રાઈવરો અહીં દેખાય છે ત્યારે તેમના સ્વાસ્થ્યની ચિંતા છ ઉપખંડોમાં વિસ્તરિત મલ્ટીનેશનલ લોજિસ્ટિક કંપની ડી પી વર્લ્ડે કરી છે અને દેશના પહેલા સ્વાસ્થ્ય કેન્દ્રનો આજે મુન્દ્રાથી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કંપનીના સેન્ટ્રલ એશિયા સબકોન્ટિનેન્ટના સીઈઓ અને એમ. ડી. રિઝવાન સુમરે કહ્યું કે, `આ કેન્દ્ર દ્વારા દસ લાખ ડ્રાઇવરોને લાભાન્વિત કરવાનું લક્ષ્ય છે અને મુંદ્રાથી પહેલું કેન્દ્ર શરૂ થયા બાદ દેશભરમાં 10 ગણા કેન્દ્રો સ્થાપવા જઈ રહ્યા છીએ.' પ્રાગપરથી ગાંધીધામ જતા હાઈવે પર ભોરારા નજીક ઉભા કરાયેલા આ સ્વાસ્થ્ય કેન્દ્રનો રીબીન કાપીને આરંભ કર્યા બાદ ઉપસ્થિત કંપનીના અધિકારીઓ અને ડ્રાઇવરોને સંબોધતાં હાલમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની નેશનલ લોજિસ્ટિક કમિટીના અધ્યક્ષ એવા શ્રી સુમરે વધુમાં કહ્યું કે, ડ્રાઇવર સમુદાયનું દેશના વ્યાપારમાં મોટું યોગદાન છે અને તેમના સ્વાસ્થ્ય અને આરામ સહિતની સુવિધા માટે કેન્દ્ર ખોલાયું છે. દેશભરમાં આવા કેન્દ્રો ખુલશે. ટ્રક ચાલકો અમારા સપ્લાઈ ચેઇનનો આધાર સ્તંભ છે અને અમે માનીએ છીએ કે, માળખાકીય વિકાસની સાથે સામાજિક પ્રભાવ પણ આગળ વધવો જોઈએ.  તેમની સાથે ડી પી વર્લ્ડ મુન્દ્રાના સીઈઓ આલોક મિશ્રા સાથે રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. 7000 ચોરસ ફૂટમાં ફેલાયેલા કેન્દ્રના આરંભે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના સેક્રેટરી જનરલ નવીન ગુપ્તાએ કહ્યું કે, ``ટ્રક ચાલકો  ઘણીવાર મુશ્કેલ સ્થિતિમાં પણ કરે છે અને અપૂરતી આરામની સુવિધાને લીધે તેઓ, જેના કારણે તેઓ થાકી જાય છે. ત્યારે આ સ્વાસ્થ્ય કેન્દ્ર પહેલ એ ફક્ત માળખાકીય સુવિધાઓ પૂરતી નથી, પણ તેમના યોગદાનને માન્યતા આપે છે. આ સહયોગ દ્વારા ચાલકોને જરૂરી સુવિધાઓ, મહત્વપૂર્ણ માહિતી અને આરોગ્ય સહાય મળશે. પ્લાન ઇન્ટરનેશનલ ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહમ્મદ આસિફે કહયું કે, `` મુંદ્રા ખાતે રેસ્ટ સ્ટોપને એક હેલ્થકેર, વેલબિઇંગ તથા એસેન્શિયલ સર્વિસ હબ તરીકે પરિવર્તિત કરતી આ પહેલ નોંધપાત્ર પગલું છે, જેમાં મુખ્યત્વ રીતે ટ્રક ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે ઉપરાંત તેમના પરિવાર અને સમુદાયને પણ સાંકળવામાં આવશે. પ્લાન ઈન્ડિયા અને ડીપી વર્લ્ડના સહયોગથી જિલ્લા સરકાર અને સ્થાનિક સમુદાય સાથે સહયોગ કરીને પ્રવાસ દરમિયાન ટ્રક ચાલકોને સંકલિત સહાય પૂરી પાડવા પર ગર્વ છે. 

Panchang

dd