• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ગરમીમાં સાપ નીકળે તો તુરંત રેસ્ક્યૂ કરનારાને જાણ કરો

ભુજ, તા. 22 : જિલ્લામાં તાપમાનમાં વધારો થવાને કારણે સાપ સહિતના સરિસૃપો વસાહતો તરફ બહાર આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકોએ ગભરાયા વિના સાવચેતી રાખવી જરૂરી છે. પશ્ચિમવન વિભાગ દ્વારા માન્ય રેસ્કયૂઅર જગદીશ પરમારે જણાવ્યું હતું કે, ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો કોઈ પણ વ્યક્તિએ પોતે પકડવાનો અથવા મારવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તરત જ પ્રશિક્ષિત રેસ્કયૂઅરનો સંપર્ક કરવો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સાથે મહેશ પી. સોની અને અન્ય ટીમ સભ્યો મળીને 24 કલાક નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. જીવદયાપ્રેમીઓ સ્વૈચ્છિક ડોનેશન આપે તે સ્વીકાર્ય છે, પરંતુ કોઈપણ પ્રકારની ફરજિયાત ફી લેવામાં આવતી નથી. આ સેવા મુખ્યત્વે ભુજ તાલુકાના મિરજાપર, સુખપર, કોટડા ચકાર, બળદિયા, દેશલપર, નખત્રાણા, ડુમરા, પદ્ધર, માનકૂવા, કુકમા, માધાપર, નારાણપર, ઢોરી, ઝુરા, ઝીંકડી અને અંજાર, ગાંધીધામ, આદિપુર સહિતના વિસ્તારોમાં ઉપલબ્ધ છે, ઉપરાંત કચ્છ જિલ્લામાં જ્યાંથી પણ સાપ સંબંધિત કોલ આવે ત્યાં ટીમ પહોંચી સેવા આપે છે. વિવિધ એનજીઓના સભ્યો પણ પ્રાણી સુરક્ષા અને રેસ્ક્યૂ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,   સાવચેતીનાં પગલાં રૂપે ઘરની આસપાસ સફાઈ રાખવી અને ઝાડીઓ / કચરો દૂર કરવો, રાત્રે બહાર જતા ટોર્ચનો ઉપયોગ કરવો, બારણા - બારીમાં જાળી લગાવવી, બાળકોને સાપથી દૂર રહેવા સમજાવવું, સાપ દેખાય તો તરત રેસ્કયૂઅરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આ માટે પશ્ચિમ વન વિભાગ માન્ય રેસ્કયુર્સનો સંપર્ક  જગદીશભાઈ યુ. પરમાર : 98791 22231, મહેશભાઈ પી. સોની : 93750 51091, રિશી ગોસ્વામી : 88667 65599, રાજ ગરવા +91 91066 09083, સચિન રાજપૂત (નારાણપર) : 96385 01020, રઝાકભાઈ (માનકૂવા): 98250 50792 રિઝવાનભાઈ : 77779 76177, મલેકભાઈ: 84608 63554 કરવા યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd