ગાંધીધામ, તા. 14 : આધુનિક ભારતના નિર્માતા અને
મહિલાઓના મુક્તિ દાતા એવા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતી આ શહેર સંકુલમાં
હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવી હતી. આ વેળાએ
શોભાયાત્રા, કેક કટિંગ,
વિદ્યાર્થીઓનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન જુદા-જુદા સંગઠનો-સમાજો
દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના આંબેડકર બ્રિજ પાસે ભારતરત્ન બાબાસાહેબની પ્રતિમાને
હારારોપણ કરવામાં આવ્યું હતું. કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા રાત્રે
કેક કટિંગ, આતશબાજી કરી, દીવડા પ્રગટાવવામાં
આવ્યા હતા. પ્રતિમાને હારારોપણ વેળાએ સમાજના પ્રમુખ જીવરાજ ભાંભી, મહામંત્રી પ્રહલાદ ઠોઠિયા તથા જેઠાલાલ
પાતારિયા, પ્રકાશ પાતારિયા, મનજી સોલંકી,
હિરેન આયડી, સંજય બળિયા, પ્રકાશ મારાજ, રામલાલ સિરોખા, જે.પી.
મહેશ્વરી, બુધારામ કેનિયા, હીરાભાઇ ધુવા, અશોકભાઇ, હમીર
બળગા, ગોવિંદ પાતારિયા, પંકજ સંજોટ,
મંગલ બળિયા, નવીન થારૂ, કિશોર
મતિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાપર તાલુકા ગુર્જર મેઘવાળ સમાજ ગાંધીધામ દ્વારા
શહેરમાં સરદાર પટેલની પ્રતિમાથી શોભાયાત્રા, બાઇક રેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેને અંતે મિલિન્દ રતનજી તથા મંગલમ બૌદ્ધિક
પંચશીલ બુદ્ધ વિહાર ગાંધીધામ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શિક્ષિત બનો,
સંગઠિત બનો, સંઘર્ષ કરોના નારા સાથે વાતાવરણ ગૂંજી
ઊઠયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર થઇ આ શોભાયાત્રા, બાઇક રેલી
આંબેડકર પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં પ્રતિમાને અગ્રણીઓએ હારારોપણ
કર્યું હતું. બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઇ શિક્ષણ પ્રાપ્ત કરવા ઉદ્બોધનમાં આગેવાનોએ
જણાવ્યું હતું. આ વેળાએ સમાજના અગ્રણીઓ માલશીભાઇ પરમાર, રામજીભાઇ
મૂછડિયા, પ્રવીણભાઇ વાઘેલા, મોમાયાભાઇ ગોહિલ,
વીરાભાઇ સોલંકી, કમલેશભાઇ ધવડ, મુકેશભાઇ સોલંકી, રમેશભાઇ ધેડા, અરજણભાઇ ધેયડા, ભરતભાઇ,
પરેશ ગોહિલ, રામજી ગોહિલ, ડાયાભાઇ ગોહિલ, દુદાભાઇ દાફડા, દિલીપ ભટ્ટી, ભીમ
શક્તિ યુવા ગ્રુપના તમાશીભાઇ સોલંકી, બાબુભાઇ ભટ્ટી, કાંતિભાઈ, ધીરજ મૂછડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાજ
દ્વારા કેક કટિંગ, આતશબાજી વગેરે કાર્યક્રમો યોજાયા હતા. કંડલા
પોર્ટ એસ.સી.-એસ.ટી. એમ્પ્લોઇઝ યુનિયનના હોદ્દેદારો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ
કરી કરુણા વિહાર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા બુદ્ધવંદના કરવામાં આવી હતી.
આ વેળાએ છાત્રાઓને ઇનામ વિતરણ કરાયા હતા. ડી.પી.એ.ના સચિવ યોગેશકુમાર સિંઘે બાબાસાહેબના
જીવન વિશે છણાવટ કરી હતી. ડી.પી.એ.ના નિહાર રાજામન ભોઇ, અરવિંદ પ્રધાન, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, પૂર્વ લેબર ટ્રસ્ટી,
વિવિધ સંગઠનોના હોદ્દેદાર એલ. સત્યનારાયણ, રાણાભાઇ
વિસરિયા, વેલજીભાઇ જાટ, નીતિનભાઇ શાહ,
લલિત વરિયાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મનિષ ચૌહાણ, ડો. બાબાસાહેબ પ્રિ-પ્રાઈમરી સ્કૂલ, પારસ ધુવા, કુમારી યાદવ, ગુડ્ડી કુમારી, કૃષ્ણ મુરારી, વીણાવાહિની
શાળાના ભાનુબેન મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિશિષ્ટ કલા પ્રદર્શન અને બાબાસાહેબ
અંગે પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. જે.પી. મોથારિયા, એલ.એન.
નગવાડિયા, કરશન દનિચા, નાગશીભાઇ ચુણા,
બુધારામ કેનિયા, સૂર્યકાંત હરસોરા, દીપેનભાઈ, પૂનમભાઇ ચુણા, નવીન હિંગણા,
માવજી થારૂ, કલ્પનાબેન, ભાણજીભાઇ
સોમૈયા, નારાણ ગરવા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન રામ સોલંકીએ
કર્યું હતું. કૈલાસભાઈ, ગજેન્દ્રપ્રસાદ, હર્ષદ દનિચા, કે.જે. પંડયા, કિશન
મકવાણા, રાજુબેન ધુવા વગેરેએ સહકાર આપ્યો હતો. શહેર-તાલુકા કોંગ્રેસના
ભરત ગુપ્તા, સમીપ જોશી, નીલેશ ભાનુશાલી, હાજી ગનીભાઇ માંજોઠી, અમિત ચાવડા, બળવંતસિંહ ઝાલા, ખીમજી રોલા, લાલજી સથવારા, મનિષ ચાવડા, જગદીશ
ગઢવી, બાબુ આહીર,
સબીર ખલીફા, ધીરજ દાફડા, સબીર કુરેશી, ધર્મેન્દ્ર મારાજ, ધનજી મહેશ્વરી, માવજીભાઇ થારૂ, શિવજી વિગોરા, લતીફ ખલીફા વગેરેએ હાજર રહી બાબાસાહેબની
પ્રતિમાને હારારોપણ કર્યા હતા. મેઘવંશી મારૂ સમાજ, ચારણ સમાજ,
વાલ્મીકિ સમાજના લોકોએ પણ પ્રતિમાને હારારોપણ કરી જન્મજયંતીની ઉજવણી
કરી હતી.