• બુધવાર, 15 એપ્રિલ, 2026

ભીમાસરમાંથી બેલાના ઉમેદવારનું અપહરણ

ગાંધીધામ, તા. 14 : રાપરના ભીમાસરમાં ઘર પાસેથી બેલાના ઉમેદવાર યુવાનનું ત્રણ શખ્સે કારમાં અપહરણ કરતા ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી દોડધામ આદરી છે. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ રાજેશ કેશા ભીલ નામનો યુવાન ગત તા. 11/4નાં પોતાના મકાન આગળ હતો ત્યારે બેલાનો શક્તિસિંહ મગુભા વાઘેલા અને અન્ય બે શખ્સે ત્યાં આવી સ્કોર્પિયો કારમાં આ યુવાનને બળજબરી પૂર્વક બેસાડી તેનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ ભોગ બનનારનો તા. 12/4ના રાત્રે દશ વાગ્યા પછી સંપર્ક ન થતાં તેના ભાઈ મહેશ કેશા ભીલએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ભોગ બનનાર યુવાને રાપરની બેલા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. દરમ્યાન તેનું રાજકીય ઈશારે અપહરણ કરાયું છે કે કેમ તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd