• બુધવાર, 15 એપ્રિલ, 2026

ભચાઉમાં જુગાર રમતા ત્રણ શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : ભચાઉના મણિનગર ખાડા વિસ્તારમાં શેરીમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ત્રણ શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 10,450 જપ્ત કર્યા હતા. ભચાઉ મણિનગર ખાડા વિસ્તારમાં આવેલી એક શેરીમાં ગત મોડીરાત્રે અમુક શખ્સો દીવાબત્તીના અજવાળે પત્તા ટીંચી રહ્યા હતા. ગંજીપાના વડે જુગાર  રમતા શખ્સો પર પોલીસ ત્રાટકી હતી અને અહીંથી કાસમઅલી લાડકા, આદમ અલીમામદ મણકા, મયૂર મનુ કોળીને પકડી પાડયા હતા, જ્યારે હીરજી ઉમર કોળી નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા ખેલીઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 10,450 જપ્ત કર્યા હતા. 

Panchang

dd