ભુજ, તા. 14 : તાલુકાના ભુજોડી ગામે 16 વર્ષીય વિદ્યાર્થિની મંગરિયા
બંસરી હરેશભાઈએ એનસીસીની 36 ગુજરાત બટાલિયનમાં
બેસ્ટ કેડેટમાં પ્રથમ નંબર મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે. 36 બટાલિયન ભુજનાં સી.ઓ. સંદીપ
ખાવાસ દ્વારા બંસરીનું સન્માન કરાયું હતું. 28 વર્ષ પહેલાં કચ્છમાં ફરજ બજાવતા ડીવાય.એસ.પી. આશિષ પંડયાને બેસ્ટ
કેડેટનું સન્માન મળ્યું હતું.