• બુધવાર, 15 એપ્રિલ, 2026

અંજારમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે બેઠક યોજાઈ

અંજાર, તા. 14 :  ગૌમાતાને રાષ્ટ્રમાતાને દરજ્જો આપવા માટે અંજારમાં બેઠક યોજાઈ હતી. રાયમલધામ આશ્રમ ખાતે ભાગવત કથાકાર ધનેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં  આગામી સાતમી મેના  જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બને તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ જ પ્રકારે ભારતના  પાંચ હજાર કરતાં વધારે તાલુકામાં ગૌ સન્માન માટેના આહ્વાન સાથે વહીવટી તંત્રને પ્રાર્થનાપત્ર પાઠવવામાં આવશે. આ કાર્ય માટે કચ્છ કર્મકાંડ મંડળના પ્રમુખ દીપેશભાઈ ત્રિપાઠી, પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ  અને કથાકાર અવિનાશભાઈ જોષી, ભચાઉના મહેશભાઈ, ચંદુભાઈ, બળદેવપુરી ગોસ્વામી, અરજણભાઈ આહીર, જિજ્ઞેશભાઈ રાજગોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd