• બુધવાર, 15 એપ્રિલ, 2026

કરોલપીરના મેળામાં બખ મલાખડાનું આકર્ષણ

ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : લાંબી મઝારમાં આરામ ફરમાવતા અને નખત્રાણાથી 30 કિ.મી. દૂર આવેલા તાલુકાના આમારા ગ્રામ પંચાયતમાં આવતા આમારાથી એક કિ.મી. દૂર કરોલપીરના ત્રિદિવસીય મેળામાં અઢી લાખથી વધુ શ્રદ્ધાળુએ માથું ટેકવ્યું હતું. ચાદરપોશી, કચ્છી કવ્વાલી, કચ્છી પાવા, કચ્છી બખ મલાખડો માણવા સમગ્ર કચ્છમાંથી મલાખડાના માણીગરો ઊમટયા હતા. રવિવારથી શરૂ થયેલા આ મેળામાં સોમવારે સંદલ સાથે ચાદરપોશી કરાઇ હતી. સરપંચ વિમળાબેન પટેલ, ઉપસરપંચ સિધીક લોહાર, સોઢા દિલીપસિંહ, મુજાવર ઉમરભાઇ, જુમા મુજાવર, વેરશીભાઇ આહીર, અલીભાઇ વગેરેની ઉપસ્થિતિમાં ચાદરવિધિ કરાઇ હતી. - કચ્છી કલાકારો દ્વારા પ્રસ્તુતિ : રાત્રિના ભાગમાં કચ્છી પાવા અને કચ્છી કાફીઓની રંગત જામી હતી. ઢળતી રાત્રિને વધુ રસદાર બનાવવા કચ્છી કલાકારોએ સુફિયાના રાગ-રાગિણીના કલામો, કવ્વાલી, કચ્છી કાફીથી મેળાના સહેલાણીઓને ડોલાવ્યા હતા. કચ્છના વિખ્યાત આ બખ મલાખડાની મોજ માણવા કચ્છભરમાંથી દૂર-દૂરથી લોકો આવ્યા હતા. મલાખડો જામ્યો હતો, જેમાં વિજેતા જત સલીમ ફુલરા, મોકરશી સલીમ (ભદ્રાવાંઢ), જત ઉમર (ફુલરા), મુબારક મોકરશી (ભદ્રાવાંઢ)લતીફ મંધરા, ડાડા સુમરા, નોતિયાર સમીર આવ્યા હતા. પંચ તરીકે સુમરા ઓસમાણ, સોઢા દિલુભા, સોતા હાજી મામદ રહ્યા હતા. - હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત : પિંજારા ઇસ્માઇલ, પરેશ રૂપારેલ, ઇસ્માઇલ લખાના, પીયૂષ પટેલ, ભરત વાઘેલા, હાસમ નોતિયાર, કાસમભાઇ, બબાભાઇ સરકી, વિશ્રામ બળિયા, ખલીફા હાજી અદ્રેમાન (ગઢશીશા), સંજય જોષી, દાઉદ થેબા, નથુભા વાઘેલા, બબાભાઇ સરકી, ઇશાક ખલીફા, આમદ નોતિયાર, ઇસ્માઇલ જુમાભાઇ તેમજ હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માજી સરપંચ વેરશીભાઇ  આહીરે જણાવ્યું હતું કે, કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા આવા ગ્રામીણ મેળાની વિગતો આપી હતી.દરગાહ પર સલામીઓને મુજાવર પરિવાર સાથ સહકાર આપ્યો હતો. ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા, એવું અલીભાઇ અને વેરશી આહીરે જણાવ્યું હતું. ભાકરછા વલીનો મેળો પણ એ જ દિવસે ભરાય છે, જેમાં ચાદરપોશી જેવા કાર્યક્રમો યોજાયા હતા, એવું મુજાવર જુમાભાઇએ કહ્યું હતું. 

Panchang

dd