• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

અંજાર હિન્દુ યુવા સંગઠનના ઉપક્રમે ત્રણ સ્થળે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો

અંજાર, તા. 14 : અહીંના  હિન્દુ યુવા સંગઠન દ્વારા ત્રણ સ્થળે નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. આ અંતર્ગત કુળ ગુરુકુલ-1, ગાયત્રી મંદિર અને વિશ્વનાથ મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને સ્વાસ્થ્ય તપાસ  સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું હતું. પૂર્વ કચ્છના અધ્યક્ષ રાણાભાઇ આહીરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય બાદ  કાર્યક્રમને ખુલ્લો મુકાયો  હતો. જેમાં વિવિધ રોગોની તપાસ સાથે ડો. અનિલભાઈ પ્રજાપતિ અને ડો. આરતીબેન પ્રજાપતિએ સેવા આપી હતી. આયોજનને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ મંત્રી ચેતન ઝાલા, અંજાર શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ, કુણાલભાઈ જોશી, સાગરભાઇ ખાંડેકા, ભાવેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ આહીર, ભરતભાઈ આહીર, કૃણાલભાઈ પીઠડિયા, ભરતભાઈ પ્રજાપતિ સહિતનાએ સહકાર આપ્યો હતો. 

Panchang

dd