• સોમવાર, 06 એપ્રિલ, 2026

એકાવન ગાડી ઘાસ વિવિધ સ્થળે રવાના કરવા સાથે ગૌસેવાનો યજ્ઞ રખાયો અવિરત

માધાપર (તા. ભુજ), તા. 5 : પ્રભુ શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે અત્રેના તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા 51 ગાડી ઘાસ સાથે રવાના કરી ગૌસેવા યજ્ઞ અવિરત રખાયો હતો. દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા ગરમીના દિવસો શરૂ થતાં સમગ્ર કચ્છમાં ગૌધન છે તે એક પણ ગાયને ઘાસની અછતનો સામનો ન કરવો પડે તેવા ઉદ્દેશથી ઘાસનું આ વિતરણ શરૂ કરવામાં આવતું હોય છે. આ કાર્યના દર વર્ષે મુખ્ય દાતા વિનોદભાઇ પરસોત્તમભાઇ સોલંકી, હરીશભાઇ કતીરા, સમર્પણ મહિલા મંડળ-માધાપર, જગતભાઇ વ્યાસ તેમજ અન્ય દાતાઓના સહકારથી કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ હિતેશભાઇ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છ ખેતી અને પશુપાલનનો પ્રદેશ છે. એપ્રિલ, મે, જૂન મહિનામાં ખાસ ઘાસની જરૂરિયાત હોય છે, ત્યારે દાતાઓના સહકારથી દર વર્ષે રામનવમીથી વિવિધ જરૂરિયાતવાળા ગામોમાં આ ગૌસેવાનું કાર્ય કરવામાં આવે છે. આ સેવાકાર્ય અવિરત ચાલુ રહેશે. આ પ્રસંગે ઘાસની ગાડી પ્રસ્થાન માટે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના પ્રમુખ અને જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઇ ખંડોર, દાતા પ્રભુલાલ માવજીભાઇ સોરઠિયા, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, વાલાભાઇ આહીર, દાદુભા ચૌહાણ, અશ્વિનભાઇ લોદરિયા, દિલીપભાઇ કુબડિયા, દિલીપભાઇ ભીંડે, વસંતભાઇ સોની, કુલદીપસિંહ ચૌહાણ તથા ગિરધરસિંહ વાઘેલા, કલુભા વાઘેલા, વિજયભાઇ રાજપૂત, શંભુભાઇ જરૂ, રાણાભાઇ ડાંગર, સમર્પણ મહિલા મંડળના બહેનો તથા જૈન સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે મળી ઘાસની 51 ગાડીને પ્રસ્થાન કરાવાયું હતું. આ ગાડીઓ વાડાસર, સરલી, લોરિયા, સુમરાસર શેખ, કુનરિયા, મોરજર, વરલી, લેર હનુમાન ગૌશાળા, ગોડપર, સેનેટોરિયમ, સુપાર્શ્વ જૈન સેવા, મખણા, નાના રેહા, ગડા, રૂદ્રાણી જાગીર, કાનપર, વીછિયા, નથ્થરકુઇ, વ્યારા, હરિપર, ઝુરા, લોરિયા, ઢોરી, કુનરિયા, ઝુરા કેમ્પ, નોખાણિયા, માધાપર નવાવાસ, કુરબઇ, વાડાસર, ગોડપર (સરલી), સુખપર ગૌશાળા, ઘડા, ભચાઉ, મુંદરા, પ્રાગપર, રાપર, બિદડા, કોટડા (ઉગમણા), સણોસરા, મોરજર, બંદરા મોટા, પાયરકા, મખણા, આણંદસર, નારાણપર, માનવ મંદિર ગૌશાળા, ભુજ પાંજરાપોળ, દિલીપરાજા દાદા પૂંજલ વગેરે જગ્યાએ મોકલાઇ હતી. 

Panchang

dd