• સોમવાર, 06 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યનાં માળખાંમાં આ વખતે મોટો બદલાવ

ભુજ, તા. 4 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ તંત્રની તૈયારીઓએ વેગ પડક્યો છે, તો રાજકીય પક્ષોમાં પણ ગરમાવો આવ્યો છે. આ વખતે સીમાંકનમાં થયેલા ફેરફાર, સરની કામગીરીનાં કારણે મતદારોની સંખ્યામાં જોવા મળેલા ઘટાડા સહિતના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનાં માળખાંમાં ધરમૂળથી ફેરફાર જોવા મળ્યા છે. એક તરફ 1.70 લાખ મતદારનો ઘટાડો થયો છે, તો બીજી તરફ જિલ્લા અને તાલુકા પંચાયત ઉપરાંત નગરપાલિકાની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વખતનાં કચ્છનાં વહીવટી તંત્રને મહાનગરાપલિકાની ચૂંટણીનો પ્રથમ અનુભવ થવાનો છે.  - જિ. પંચાયતની બે, તા. પંચાયતની અઢાર બેઠક ઘટી  : ગ્રામીણ વિસ્તાર માટે મિની સંસદ સમાન કચ્છ જિ. પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકોમાં આ વખતે મહત્ત્વના બદલાવ જોવા મળ્યા છે. જિલ્લા પંચાયતની બેઠક 40થી ઘટીને આ વખતે 38 થઈ છે, તો આ વખતે 19ના બદલે નવ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાતાં ગત વખતની 204 સામે આ ટર્મમાં તાલુકા પંચાયતની 186 બેઠક માટે મતદાન હાથ ધરાવાનું છે. - નગરપાલિકાની 24 બેઠક ઘટી : જિલ્લામાં નગરપાલિકાની કુલ સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ગયા વખતે મુંદરા-બારોઈમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી, તો નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નખત્રાણામાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે, નગરપાલિકાની કુલ બેઠકોમાં 24નો ઘટાડો થયો છે. 2021ની ચૂંટણીમાં 196 બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા બનતાં 172 બેઠક પર મતદાનનો ધમધમાટ હાથ ધરાવાનો છે. - મનપાની ચૂંટણીનો પ્રથમ અનુભવ  : કચ્છમાં અત્યાર સુધી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે ચૂંટણી યોજવામાં આવતી હતી. કચ્છમાં પ્રથમવાર ગાંધીધામ મહાનગરપાલિકા બનતાં કચ્છના વહીવટી તંત્રને માટે મનપાની ચૂંટણી યોજવાનો પહેલો અનુભવ છે. 

Panchang

dd