કોટડા (ચકાર), તા. 1 : ભુજ-ભચાઉ
હાઈવે પર ચોકડીથી પદ્ધર સુધીના માર્ગ પર રખડતા ઘોડાઓની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર
બનતી જઈ રહી છે. આ વ્યસ્ત માર્ગ પર વાહનોની ભારે અવરજવરને પગલે રસ્તા પર છૂટા મૂકી
દેવાતા ઘોડાઓને કારણે અકસ્માતનો ખતરો વધુ ગંભીર બની રહ્યો છે. આ હાઈવે પર લોકોની સતત
અવરજવર રહે છે. આવી પરિસ્થિતિમાં રસ્તા પર અચાનક ઘોડાઓ આવી જતાં વાહનચાલકોને અચાનક
બ્રેક મારવી પડે છે, જેના કારણે
પાછળથી આવતાં વાહનો સાથે અથડામણની શક્યતા વધી જાય છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો
માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે તેવું જણાવાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા
મુજબ અગાઉ પણ આ કારણસર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે અને કેટલાક વાહનચાલકોને
ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળી છે. ઘોડાના
માલિકોએ જવાબદારી સમજી પશુઓને રસ્તા પર છૂટા ન મૂકે તેમજ સંબંધિત તંત્ર દ્વારા રખડતા
પશુઓને માટે યોગ્ય વ્યવસ્થા કરાય અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર સમસ્યાનું
નિરાકરણ લાવે તેવી લોકોમાં માંગ ઊઠી હતી.