• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી ઝંપલાવશે

ભુજ, તા. 1 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઇ જિલ્લામથક ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, મુંદરા સહિતના તાલુકા-શહેર મથકો પર વિગતો લેવાઇ હતી. આ કાર્યક્રમમાં નિરીક્ષક સંજય અમરાણી, યાસીન ગજણ તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. યુવા, મહિલાઓ, એસ.સી., અનામત બેઠકો પર ઉમેદવારો વિવિધ સીટ પરથી પોતાની દાવેદારી નોંધાવી હતી. આવનારા બે દિવસ સુધી આ પ્રક્રિયા કચ્છના વિવિધ તાલુકામાં જઇ પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો પાસેથી દાવાઓ લેવામાં આવશે તેમ જણાવાયું હતું. શ્રી હુંબલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડત લડશે. ખેડૂતો, નર્મદાનાં નીર, આરોગ્ય, શિક્ષણ, વીજપોલની હેરાનગતિ, મંદ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, પંચાયતોના પ્રશ્નો, કથળતી કાયદા વ્યવસ્થા, ઉચ્ચ અને મફત શિક્ષણ, સરકારી સિવિલ હોસ્પિટલ, નીટ-ટેટ પરીક્ષા કેન્દ્રો, માંડવી-મુંદરા રેલવે લાઇન, જિલ્લા સરકારી મેડિકલ કોલેજ, ગૌચર દબાણ મુદ્દે, વીજળી સહિતના અનેક મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે તેવું પ્રવક્તા અંજલિ ગોરે યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd