• શુક્રવાર, 13 માર્ચ, 2026

કચ્છમાં શિક્ષક ભરતી અને ટેટ-ટાટ પરીક્ષા કેન્દ્ર મુદ્દે શિક્ષણમંત્રીને રજૂઆત

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લામાં શિક્ષક ભરતીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવે અને કચ્છમાં જ પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ થાય તે બાબતે આજે કચ્છ ટાટ ગ્રુપના પ્રમુખ તખતાસિંહ ભુરજી સોઢા દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ, નિયામકની કચેરી તેમજ રાજ્ય પરીક્ષા - બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. : રજુઆતમાં જણાવાયું હતું કે કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે વિશાળ વિસ્તાર ધરાવે છે, જેના કારણે અહીંના ઉમેદવારોને વિવિધ પરીક્ષાઓ આપવા માટે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે. તેથી કચ્છ જિલ્લામાં જ ટેટ-ટાટ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવે તો સ્થાનિક ઉમેદવારોને મોટી રાહત મળશે.  આ ઉપરાંત અન્ય માધ્યમોની જેમ ગુજરાતી માધ્યમમાં પણ સ્થાનિક કક્ષાએ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું કે સ્થાનિક સ્તરે ભરતી થવાથી કચ્છના વિદ્યાર્થીઓને ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય વિચારણા કરી કચ્છ જિલ્લાના ઉમેદવારો અને વિદ્યાર્થીઓને અનુકૂળ એવો નિર્ણય લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.  

Panchang

dd