ભુજ, તા. 16 : મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં શિવસેના-એમ.એન.એસ. ગઠબંધન, એનસીપી, કોંગ્રેસ સહિતના તમામ વિરોધી દળોને પછાડીને ભારતીય
જનતા પાર્ટીએ ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજયની ખુશાલીમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા
કચ્છ કમલમ્, ભુજ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષસ્થાને
વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો, તો માંડવીમાં પ્રદેશ મહામંત્રી
અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં વિજયોત્સવ ઊજવાયો હતો. દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું
કે, મહારાષ્ટ્રનો વિજય એ વાતની પ્રતીતિ કરાવે છે કે, દેશના જનમાનસમાં આજે પણ મોદીજીના અસરકારક, પ્રભાવિ અને
દૂરંદેશીભર્યા નેતૃત્વની સહર્ષ સ્વીકૃતિ છે. આ રાષ્ટ્રના દરેકેદરેક પ્રાંત,
ક્ષેત્ર અને સમુદાયના લોકો બદલાતા આધુનિક ભારતની અનુભૂતિ કરી રહ્યા છે
જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ
પચાણભાઈ સંજોટ, મંત્રી પ્રફુલ્લાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પૂર્વાધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા ભાજપ
મોરચાના પ્રમુખો માવજીભાઈ ગુંસાઈ, આમદભાઈ જત, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ
ઠક્કર, ભુજ શહેર ભાજપ સંગઠનમાંથી મહામંત્રી જિગરભાઈ શાહ ઉપરાંત
જયંતભાઈ ઠક્કર, દિવ્યરાજાસિંહ ઝાલા, નરેશ
ચૌહાણ, પૂજાબેન ઘેલાણી, નરેશભાઈ મહેશ્વરી,
વિનોદદાન ગઢવી, અનવરભાઈ નોડે સહિતના ઉપસ્થિત રહ્યાનું
મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. માંડવીમાં પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધ
દવેની ઉપસ્થિતિમાં ઊજવાયેલા વિજયોત્સવમાં નગરપાલિકા પ્રમુખ હરેશ વિંઝોડા, દર્શન ગોસ્વામી, કિશનસિંહ જાડેજા, સુરેશ સેંઘાણી સહિતના જોડાયા હતા, કાર્યકરોએ ફટાકડા ફોડી,
મીઠું મોં કરાવી ઉજવણી કરી હતી.