ગાંધીધામ, તા. 16 : ગળપાદરના બૂટલેગરની પાસા તળે
અટક કરી તેને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ગળપાદરમાં રામમંદિર ફળિયામાં
રહેનારા સાગર ઉર્ફે વાઘ ઉર્ફે લાલો ઇશ્વરદાસ લશ્કરી નામના શખ્સ સામે દારૂનો નાના-મોટા
પ્રમાણમાં જથ્થો મંગાવી સંગ્રહ, હેરફેર
કરવા સંબંધે ત્રણ ગુના નોંધાયેલા છે. આવા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ પૂર્વ
કચ્છ એલ.સી.બી.એ આ શખ્સની પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટરને મોકલાવી હતી,
ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો અને તેને
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.