ભુજ, તા. 16 : નખત્રાણા તાલુકાના મોટા વાલ્કા
ગામની સીમમાં ગેરકાયદે દેશી બંદૂક રાખનારા આરોપીને પશ્ચિમ કચ્છ એસઓજીએ ઝડપી પાડયો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વાલ્કા ગામની પશ્ચિમ સીમમાં ગેરકાયદે દેશી બનાવટની મજલ લોડ બંદૂક રાખનારા હુસેન આમદ સુમરાને
પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે હથિયાર ધારાની કલમો તળે ગુનો નોંધી આરોપી આ અગ્નિશત્ર
ક્યાંથી લાવ્યો તે સહિતની આગળની કાયદેસરની તપાસ પોલીસે હાથ ધરી છે.