• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ઈન્ડિયા ઓપન : સેન લક્ષ્ય ચૂકી જતાં ભારતીય અભિયાન સમાપ્ત

નવી દિલ્હી, તા. 16 : અલ્મોડાના 24 વર્ષીય ખેલાડી લક્ષ્ય સેન શુક્રવારે ઈન્ડિયા ઓપન સુપર 700 બેડમિન્ટન સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેનાલિન મુન યી સામે હારી જતાં સ્પર્ધામાં ભારતીય અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. સેનની હાર સાથે ભારતીય બેડમિન્ટન રસિકોની આશાઓ પણ ખતમ થઈ ગઈ હતી. ત્રણ ગેમ સુધી મજબૂત ટક્કર આપ્યા બાદ લક્ષ્ય નિર્ણાયક દોરમાં જ પાછળ રહી ગયો હતો. સેન વિશ્વના 12મા ક્રમના ખેલાડી લિન સામે 21-17, 13-21, 18-21થી હારી ગયો હતો. બંને ખેલાડીએ થકવી દેનારી ત્રણેય રમતમાં એક-બીજાના સંયમ અને સટિકતાની પરીક્ષા લીધી હતી. 

Panchang

dd