• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

પ્રથમવાર અખિલ કચ્છ દરજી સમાજ મહિલા ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

માંડવી, તા. 16 : મંછાદેવી મહિલા મંડળ-માંડવી દ્વારા પ્રથમ વખત અખિલ કચ્છ દરજી સમાજ મહિલા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં કચ્છ દરજી મહિલાઓની 12 ટીમે  ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટના મુખ્ય દાતાઓ રૂપાલીબેન પ્રકાશભાઇ પરમાર, કલાવંતીબેન દિનેશભાઇ પરમાર (એચ.વી.), માયાબેન પ્રવીણ પરમારપૂનમબેન નયનભાઇ ચાવડા, એક સદ્ગૃહસ્થ પરિવાર રહ્યા હતા. ત્યાં વિવિધ ટ્રોફીના દાતાઓના પ્રતિમાબેન વિજય ચૌહાણ, એક સદ્ગૃહસ્થ પરિવાર, રસીલાબેન મૂળજીભાઇ ચાવડાભારતીબેન દિનેશ પરમાર, જયાબેન નરશી ચાવડાકાંતાબેન દયારામ પરમાર રહ્યા હતા. આયોજન મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ મંછાદેવી મહિલા મંડળનું હતું. વિજેતા ટીમ નખત્રાણા મહિલા મંડળ અને દ્વિતીય વિજેતા ટીમ ભુજપુર મહિલા મંડળ રહ્યા હતા. સાવન પરમાર, હિરેન ચાવડા, વિજયભાઇ લીંબડ, ડેનિસ પરમાર તથા દરજી સમાજ, ગરબી મંડળ તેમજ સહયોગ શિક્ષા સંસ્કાર સમિતિનો સહયોગ મળ્યો હતો તેમજ મહિલા મંડળની ટીમના મંછાદેવી મહિલા મંડળ પ્રમુખ રૂપાલીબેન પ્રકાશ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd