• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ગાંધીધામ ભાગલપુર ટ્રેન બંધ ન કરવા ભારપૂર્વક રજૂઆત

ગાંધીધામ, તા. 16 : અમદાવાદ મંડળની ડી.આર.યુ.સી.સી ની અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ દ્વારા કચ્છના રેલવે પ્રશ્નોની વિસ્તૃતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છના રેલ્વે સ્ટેશનના પુન: વિકાસના કામો પ્રગતિમાં હોવાની માહિતી રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તમામ મુદ્દાઓ ઉપર સકારાત્મક ચર્ચા ડી આર એમ વેદ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠક માં કચ્છના પ્રવાસન, ઉદ્યોગ, વેપાર અને યાત્રિક સુવિધાઓને સ્પર્શતા મહત્વપૂર્ણ રેલ્વે મુદ્દાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સીનીયર ડીસીએમ તથા ડીઆરયુસીસીના સેક્રેટરી અનુ ત્યાગી, એડી આર એમ શ્રી ગઢવાલ અન મંજુ મીના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુદ્દાઓ પર વિસ્તૃત તથા સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હબ બનેલા કચ્છ માં રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે તો કચ્છના વિકાસને નવી ગતિ મળશે. તેમણે કહ્યું હતું કે, પોર્ટ આધારિત ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, મેન્યુફેક્ચારિંગ અને પ્રવાસન ક્ષેત્રને ધ્યાનમાં રાખીને રેલ્વે સુવિધાઓમાં વધારો અનિવાર્ય છે. કચ્છમાં આવતી-જતી ટ્રેનોની સંખ્યા, સ્ટોપેજ અને આધુનિક માળખાકીય સુવિધાઓ વધારવાથી ઉદ્યોગોને ખર્ચમાં રાહત મળશે, પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, જે સમગ્ર કચ્છના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. નમો ભારત ને બે રેક સાથે દોડાવો બેઠકમાં નમો રેપિડ ટ્રેનને આંબલી સ્ટેશન પર સ્ટોપેજ આપવા, વધારાના કોચ ઉમેરવા તથા રિટર્ન સેવા શરૂ કરવાની માંગ રજૂ કરવામાં આવી, જે અઠ્ઠદ્મત્દ્મજ્ૐગદ્મેંજાદ્વજાદ્મઠ્ઠ વચ્ચે રોજિદા મુસાફરો, વ્યાપારીઓ અને ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી રહેશે. ગાંધીધામ વિસ્તારમાં ડેમરેજ અને વ્હારેંજ ચાર્જ માટેની માફીની સત્તા સ્થાનિક કક્ષાએ સોંપવાની માંગ ઉદ્યોગજગત માટે ખર્ચમાં ઘટાડો લાવનાર અને પોર્ટ આધારિત વ્યવસાયને પ્રોત્સાહન આપનાર સાબિત થશે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી. - આધુનિક ગુડ્સ શેડ વિકસાવો  : ગાંધીધામ રેલ્વે સ્ટેશનના પુન?વિકાસને ઝડપી બનાવવાની માંગ સાથે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ અને આધુનિક ગુડ્સ શેડ વિકસાવવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો હતો, ભચાઉ ખાતે ઔદ્યોગિક નમક તથા અન્ય ચીજવસ્તુઓ માટે આધુનિક ગુડ્સ શેડ સ્થાપવાની તેમજ ચિરાઈ સ્ટેશન પર થર્ડ સાઈડિંગ વિકસાવવાની માંગ કરાઈ હતી. જેથી કચ્છના ખનિજ અને ઉદ્યોગ આધારિત માલના પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે. - વંદેભારત સ્લીપર ટ્રેન મુદે પણ રજૂઆત   : ગોપાલપુરી રેલ્વે સ્ટેશનને તમામ આધારીક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાની તેમજ ત્યાં ઈ-રિક્શા બેટરી કારની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ હતી. . ભુજથી મુંબઈ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની માંગથી કચ્છને દેશના મુખ્ય મેટ્રો શહેર સાથે આધુનિક, ઝડપી અને આરામદાયક કનેક્ટિવિટી મળશે. ગદ્મેંજાદ્વજાદ્મઠ્ઠૐટ્ટદ્મૅત્તઝ્ધ્ણુ ટ્રેન નંબર 09451 ફરી શરૂ કરવાની મજબૂત માંગ ઉઠાવવામાં આવી, જે પૂર્વ ભારત સાથે કચ્છના વેપાર અને સામાજિક સંબંધોને ફરી મજબૂત બનાવશે. - રજૂઆતો કચ્છના સર્વાંગી વિકાસ માટે  : ચર્ચા દરમિયાન દેશના વડાપ્રધાનના મન કી બાત કી બાત કાર્યક્રમમાં કચ્છ રણોત્સવ અને પ્રવાસનને આપવામાં આવેલા મહત્વનો ઉલ્લેખ કરી, દિલ્હી માટેની ટ્રેનને દરરોજ ચલાવવાની માંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો., આ તમામ માંગો માત્ર સુવિધા પૂરતી નથી, પરંતુ કચ્છના ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન વૃદ્ધિ, રોજગારી સર્જન અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં કચ્છના યોગદાનને વધુ મજબૂત બનાવશે .ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તરફથી ચેમ્બર પ્રતિનિધિ રાકેશકુમાર જૈન તેમજ ગુજરાત રિફાઈન સોલ્ટ મેન્યુફેક્ચારિંગ એસોસીએશનના પ્રમુખ બચુભાઈ આહિર દ્વારા, ચેમ્બરના સક્રિય સભ્ય પરસમલ ન્હાટાના સહયોગથી પ્રશ્નો રજુ કર્યા હતા. - રેલવે સુવિધા વધ્યા બાદ કચ્છ દેશ ના આર્થિક કેન્દ્રો સાથે જોડાશે  : ગાંધીધામ, તા. 16 : ચેમ્બરના માનદ સચિવ મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ડીઆરયુસીસી જેવી બેઠક કચ્છ જેવા અંતિમ વિસ્તારોની વાસ્તવિક જરૂરિયાતો રેલ્વે તંત્ર સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ મંચ છે.. ખાસ કરીને સ્ટેશન પુનર્વિકાસ, ગુડ્ઝ શેડ, લોજાસ્ટિક્સ સુવિધાઓ અને લાંબા અંતરની ટ્રેનોની સુલભતા વધારવાથી કચ્છ દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો સાથે વધુ મજબૂતીથી જોડાશે. રેલ્વે પ્રશાસન દ્વારા ચેમ્બર તરફથી રજૂ કરાયેલા મુદ્દાઓને ગંભીરતાથી સાંભળવામાં આવ્યા તે કચ્છ માટે સકારાત્મક સંકેત છે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોક્સ ભચાઉ સ્ટેશન ખાતે લાંબા અંતર ની ટ્રેનના સ્ટોપેજ મુદે રજૂઆત ગાંધીધામ, તા. 16 : યાત્રિકોની સુવિધા માટે પારસનાથ (જૈન તીર્થધામ) સ્ટેશને દ્દદ્મત્ર્ણુદ્મૐ ગરબા એક્સપ્રેસને સ્ટોપેજ આપવાની માંગ રજૂ કરવામાં આવી હતી તેમજ ભચાઉ રેલ્વે સ્ટેશને વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ, તેમજ જોધપુર એક્સપ્રેસ, સર્વોદય એક્સપ્રેસ, બેંગલોર અને ઈન્દોર એક્સપ્રેસને સ્ટોપેજ આપવા ભાર પૂર્વક રજૂઆત કરાઈ હતી. આ ટ્રેનો ભચાઉ ખાતે થોભતી ન હોવાથી પ્રવાસીઓને ભારે તકલીફ પડે છે. 

Panchang

dd