ભુજ, તા. 16 : અહીંના દાદા-દાદી પાર્ક અને
રામધુન પાસે જુના રોડને ખોદ્યા વિના જ તેના પર ડામરના નવા થર ચડાવી દેવામાં આવતાં રોડની ઊંચાઈ વધી ગઈ છે. જેથી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર
અને નવો રોડ સમાંતર થઈ ગયા છે. ડિવાઈડરની ઊંચાઈ નહિંવત થતાં વાહનચાલકો આડેધડ વાહનો
ચલાવી રહ્યા છે. નાના-મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. વધતા અકસ્માતથી સ્થાનિક રહીશો
અને દુકાનદારોમાં ચિંતા વ્યાપી હતી. આ મુદ્દે સામાજીક કાર્યકર મિતેષભાઈ હીરાલાલ શાહે
સક્રિયતા દાખવી હતી. ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને મનુભા જાડેજા દ્વારા
રૂબરૂ સ્થિતિનનું નિરીક્ષણ કરાયું હતું. સ્થાનિક લોકોએ પણ અકસ્માતોની ગંભીરતા વિશે
રજૂઆત કરી હતી. તાત્કાલીક પરિસ્થિતી અંગે જાહેરાત કરાઈ કે રોડ વચ્ચેના ડિવાઈડરને ઊંચા
લેવાની કામગીરી તાત્કાલીક શરૂ કરવામાં આવશે સાથે ભવિષ્યમાં પણ શહેરના વિકાસ માટે ત્વરિત
અમલીકરણ કરાશે તેવી ખાત્રી અપાઈ હતી.