• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

મેજર પોર્ટ કલ્ચરલ મીટમાં ડીપીએની ટીમ બીજા ક્રમે

ગાંધીધામ, તા. 16 :  તાજેતરમાં પારાદીપ પોર્ટ ખાતે યોજાયેલી ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ કલ્ચરલ મીટમાં  દેશના  પ્રથમ હરોળના  દીનદયાલ મહાબંદર કંડલાની ટીમે  શાનદાર દેખાવ કરીને દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. 25મી કલ્ચરલ મીટમાં ડીપીએની ટીમે એસ. દાસ દ્વારા  લખાયેલા અને દિગ્દર્શિત `અક્ષ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં તીવ્ર માનવની લાગણીઓ, આંતરિક સંઘર્ષ અને સામાજિક પ્રતિબિંબોને સંવેદનશીલતા સાથે દર્શાવવામાં આવ્યા હતા. આ નાટયકૃતિને બીજો ક્રમાંક મળ્યો હતો.  આકર્ષક કથા અને પ્રભાવશાળી પ્રદર્શન થકી  પ્રેક્ષકો ઉપર  કાયમી છાપ છોડી હતી. દીપક રાઠોડને  શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો પુરસ્કાર એનાયત  કરાયો હતો. નાટકમાં શ્રી પ્રમોદદિવ્યા નાયરહેતલ, રાજેશસિંહબ્રિજ ઝાલાઈમરાન સૈયાહરેશ, શિવાની, સંગીતમાં વીરભદ્રસિંહ જાડેજા, લાઈટમાં કાંતિ ડાંગરસેટ ડિઝાઈનમાં જનાર્દન અને નેતાજીનો સહયોગ સાંપડયો હતો.ગ્રુપ ડાન્સ્માં ભગવાન શ્રી કૃષ્ણને સમકાલની અવતારોમાં માર્ગદર્શક તરીકે દર્શાવતી કૃતિ  રજૂ કરવામાં આવી હતી.  આ  નૃત્યકૃતિનાં માધ્યમથી  આધ્યાત્મિકતાને આધુનિક સુસંગત સાથે મિશ્રિત કરવામાં આવી હતી. કલાકારો  દિવ્યા, મોના, અર્ચના, રોશનીસ, આદિત્યસુમિત, ઉર્વશીસ્વાતિ સોનીભાવેશ , કૃણાલ, સોની, જુહી અને પીઅર તરીકે હેતલે ભાગ લીધો હતો. હળવું કંઠય સંગીતમાં ડીપીએની  ટીમ દ્વારા  જીવન અને માનવ અનુભવોના સારનું વર્ણન કરી પ્રકૃતિ, ઋતુઓ, યાદો, બાળપણ, સ્વપ્નોમાં અવ્યકત સૂરની શોધમાં વ્યક્તિની સફર સહિતની બાબતો દર્શાવવામાં  આવી હતી. આંતરિક શોધની યાત્રા, સંવેદશનશીલતા, પીડા, આશા અને અભિવ્યક્તિને જન્મ આપે  છે તે કૃતિનાં માધ્યમથી દર્શાવવામાં આવ્યું હતું.  રોશની ભાંભી, જુહી દાદલાણી, મોના ગજ્જર,   સ્વાતિ કોટડિયાઅર્ચના મહેશ્વરીએ ભાગ લીધો હતો. વાદનમાં આતિશ જનાર્દનભાવેશ જનાર્દને સહયોગ આપ્યો હતો. આ કલ્ચરલ મીટમાં  ડીપીએ કંડલાની ટીમે  સાંસ્કૃતિક સમૃદ્ધિ, સર્જનાત્મકતા અને કલાત્મકતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ડીપીએ અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે  સૌ કલાકરોને  અભિનંદન પાઠવ્યા હતાં. ડી.પી.એ.  સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ હોવાનું અધ્યક્ષે જણાવ્યું હતું. 

Panchang

dd