• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

અબડાસા વિસ્તારમાં વિકાસની ગાડી ટોપ ગિયરમાં

નલિયા, તા. 16 : ગુજરાત રાજ્યનો સૌથી મોટો વિસ્તાર ધરાવતા અબડાસા મત વિસ્તારના અંદાજિત 450 ગામડા અને પછાત સરહદી વિસ્તારના ગામડાના વિકાસના કામો ક્રમશ થઈ રહ્યા છે. લોકોને ખાસ કરીને રસ, આરોગ્ય, શિક્ષણની કડીઓ સાથે સાથે અન્ય માળખાકીય સુવિધાઓના કામના હાલમાં અબડાસા મત વિસ્તારમાં વિકાસના કામોની ગાડી ગતિ સાથે ટોપ ગેયરમાં દોડી રહી છે અને વધુ વિકાસની નેમ છે એવું સરકારના માર્ગ-મકાન (પં) વિભાગ હસ્તકના અબડાસા તાલુકાના વિવિધ અગત્યના માર્ગોનું રૂા. 1395.51 લાખના ખર્ચે થનારા કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્યએ જણાવ્યું હતું. ધનાવાડા એપ્રોચ રોડનું રૂા. 107.57 લાખના ખર્ચ થનારા કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ સપનામાં ન જોયેલા રસ્તઓનું આજે નવ નિર્માણ થાય છે, વરસાદી સિઝન વખતે નદીમાં પુરના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા બની જતા એ હવે ભૂતકાળ થઈ જશે. એક દાયકાથી ખરાબ હાજીપીર રસ્તાનું કામ રૂા. 80 કરોડના ખર્ચે સીસી રોડનું મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત થયું અને કામ પણ શરૂ થઈ ગયું છે. નર્મદાને પાણી પ્રવાસન ક્ષેત્રે પણ આગામી સમયમાં પશ્ચિમ કચ્છને વધુ લાભ મળશે એવી નેમ ધારાસભ્ય શ્રી જાડેજાએ વ્યક્ત કરી હતી. ધનાવાડા ઉપરાંત નાગોર એપ્રોચ રોડનું 79.58 લાખ, નાગોર ગઢવાળા રોડનું 79.60 લાખ, સાયરા-આરિખાણા-પિંગલેશ્વર રોડનું રૂા. 668.07 લાખ, નુંધાતડ-હાજાપર-વિંઝાણ રોડનું રૂા. 341.27 લાખ, નારાણપર એપ્રોચ રોડનું રૂા. 119.20 લાખના ખર્ચે બનનારા ઉપરોક્ત રસ્તાના ખાતમુહૂર્ત આરીખાણા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયદીપસિંહ જાડેજા (પ્રમુખ, અબડાસા તા. ભાજપ), મહાવીરસિંહ જાડેજા (પ્રમુખ, અબડાસા તા. પંચાયત), જયદેવસિંહ જાડેજા, પુરસોતમભાઈ મારવાડા, શિવજીભાઈ મહેશ્વરી, કાનજીભાઈ ગઢવી, પરેશભાઈ ભાનુશાલી, મુળરાજભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, પરેશસિંહ જાડેજા, ગોરડીયા સામતભાઈ, અનિલભાઈ ભાનુશાલી, પીયૂષભાઈ ભાનુશાલી, જટુભા સોઢા, શંકરભાઈ પટેલ, વાડીલાલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગોપાલભાઈ ગઢવીએ કર્યું હતું.  

Panchang

dd