• રવિવાર, 09 નવેમ્બર, 2025

મોટી વિરાણી રસ્તે ગંદકી કરતા લોકો સામે પંચાયત કાર્યવાહી કરશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 8 : તાલુકાના નખત્રાણાથી મોટી વિરાણીને જોડતા રસ્તાની બન્ને બાજુ લોકો એઠવાડ-કચરો મનફાવે તેમ ફેંકી જતાં હાલમાં આ માર્ગ ગંદકી સાથે કચરાથી ખદબદી રહ્યો છે. આ અંગે મોટી વિરાણી ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ બળિયા, ઉપસરપંચ રતિલાલ મામા, ન્યાયસમિતિના ચેરમેન કાનજીભાઈ બળિયાએ જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલાં પણ લોકો આ રસ્તાની આજુબાજુ કચરો ફેંકી જતા, પણ પંચાયતે લાલ આંખ કરી અને વોચ ગોઠવીને કચરો ફેકનારાને કચરો પાછો ઉપાડાવ્યો હતો, પણ છેલ્લા કેટલાક દિવસોથી આ લાખેણા રસ્તાની બન્ને બાજુ જ્યાં ઠીક લાગે ત્યાં કચરો ફેકવામાં આવતા રસ્તાની દુર્દશા થઈ રહી છે. એઠવાડ ખાવા આવતાં પશુઓ  રાત્રિના ભાગમાં રસ્તો ઓળંગતા અકસ્માત સર્જાતા હોય છે, જેથી જીવદયા પ્રેમીના જીવ બળે છે. હવેથી આ રસ્તાની બન્ને બાજુ આવા કચરો - એઠવાળ ફેકનારાને પકડવા વોચ ગોઠવવામાં આવશે અને તેવા તત્ત્વોને પકડી, દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની મોટી વિરાણી ગ્રામપંચાય કાર્યવાહી કરશે એવું પંચાયતે જણાવ્યું હતું. 

Panchang

dd