• રવિવાર, 09 નવેમ્બર, 2025

વિદેશમાં ફસાયેલા ભાણેજને છોડાવાનાં બહાને ઠગબાજોએ 28 હજાર પડાવ્યા

ગાંધીધામ, તા. 8 : અજાણ્યા ભેજાબાજ શખ્સેએ  વિદેશમાં ભાણેજને પકડી પાડયો હોઈ છોડાવવા માટે પૈસા મોકલો તેવું કહી ઠગબાજ શખ્સોએ ગાંધીધામના વૃદ્ધ સાથે છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત  ઓક્ટોબર માસમાં બન્યો હતો. ફરિયાદી નારાયણ આનંદરામ કૂડેચાના મોબાઈલ  ઉપર ભાણેજની ખોટી આઈડી બનાવી ઠગબાજોએ મેસેજ મૂક્યો હતો કે, મને અહીં એજેન્સીએ પકડી પાડયો છે અને હું નંબર મોકલું છું તેનાથી વાત કરો.  ભાણેજ ધનજીભાઈને ફોન કરતાં તેમણે ફોન ઉપાડયા ન હતા જેથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા હોવાનો અંદેશો મજબૂત બન્યો હતો. મેસેજમાં રહેલા નંબર સાથે ફરિયાદીએ વાત કરતાં સાયબર ઠગોએ ભાણેજને છોડાવવા માટે રૂા. 85 હજાર માગ્યા હતા અને સ્કેનર મુક્યાં હતાં. ફરિયાદીએ ટુકડે ટુકડે રૂા.28000  બે સ્કેનર મારફતે ચૂકવ્યા હતા. પૈસા પૂરા થઈ જતાં આરોપીઓએ બીજા પૈસાની વ્યવસ્થા કરો તેવું કહ્યું હતું, જેથી  ફરિયાદીએ પુત્રને વાત કરી હતી. પુત્રએ સાયબર ફ્રોડ થયો હોવાનું  કહ્યું હતું. આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd