• રવિવાર, 09 નવેમ્બર, 2025

આલા હઝરત ટ્રેનમાં શોર્ટસર્કિટ

ગાંધીધામ, તા. 8 : કચ્છથી ઉત્તર ભારત વચ્ચે દોડતી આલા હઝરત એક્સપ્રેસના જનરલ કોચમાં શોર્ટસર્કિટના બનાવથી પ્રવાસીઓમાં ભારે ગભરાટની લાગણી પ્રસરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. આ અંગે મળતી વિગતો મુજબ શનિવારે સાંજે ભુજથી બરેલી જવા નીકળેલી ટ્રેન ભચાઉ પહોંચી ત્યારે જનરલ કોચમાં ધુમાડા દેખાયા હતા. શોર્ટસર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના પગલે ગભરાયેલા પ્રવાસીઓ કોચમાંથી નીચે ઊતરી ગયા હતા. આ દરમિયાન સ્ટેશન ઉપર અફરાતફરીનો માહોલ  ફેલાયો  હતો. આ મામલે રેલવેની ટેકનિકલ વિભાગની ટીમે તાત્કાલિક કોચની તપાસ કરી હતી. કંઈ જોખમી ન જણાતાં 15થી 20 મિનિટના વિલંબ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનમાં લાગેલી સ્વીચની ક્ષમતા કરતા વધુ વોટના ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગના કારણે આ પ્રકારના બનાવો બનતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. 

Panchang

dd