• રવિવાર, 09 નવેમ્બર, 2025

વિભાપરમાં અકસ્માતવાળાં એક્સેસ મોપેડની ઉઠાંતરી

ભુજ, તા. 8 : ગત 31/10ના નખત્રાણાના વિભાપર પાસે એક્સેસ મોપેડ સ્લીપ થતાં ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ બાદ આ એક્સેસ ત્યાંથી લેવા જતાં ત્યાં હતું નહીં. આમ કોઈ ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આજે નખત્રાણા પોલીસ મથકે મંગવાણાના ખોડીદાસ સજાભાઈ ચારણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત તા. 31/10ના સાંજે ઘરેથી એક્સેસ મોપેડ નં. જીજે-1-ઝેડએચ-9197વાળી લઈને ગંગોણ કામ અર્થે જતા હતા, ત્યારે વિભાપર ત્રણ રસ્તા પાસે મોપેડ સ્લીપ થઈ જતાં તેઓ ઘવાતાં રાહદારીઓએ 108ને ફોન કરતાં તેઓને સારવાર અર્થે મંગવાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર બાદ બનાવના એકાદ કલાક પછી બનાવ સ્થળે એક્સેસ  લેવા પહોંચતાં ત્યાં એક્સેસ ન હતું. આસપાસ તપાસ કરતાં પણ એક્સેસ ન મળતાં 40 હજારના એક્સેસની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. 

Panchang

dd