• રવિવાર, 09 નવેમ્બર, 2025

ભુજ આઇએમએને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સ્તરનો એવોર્ડ એનાયત

ભુજ, તા. 8 : ઉત્કૃષ્ટ કામગીરી બદલ આઇએમએ ભુજને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી 2024-25 માટેનો ડો. વાય. ટી. પટેલ બેસ્ટ રૂરલ કમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભુજ આઇએમએ બ્રાન્ચ માટે આ એવોર્ડને ગૌરવની ક્ષણ ગણાવતાં ભુજ આઇએમએના પ્રમુખ ડો. લવ કતિરાએ પૂર્વ પ્રમુખ નરેશ ભાનુશાલી તથા પૂર્વ મંત્રી ડો. મીત રામાણી સહિત 2024-25 બંને વર્ષના સભ્યોના સહિયારા પ્રયત્નોને બિરદાવ્યા હતા તથા નેશનલ આઇએમએ દ્વારા તબીબો માટેના અમદાવાદ ખાતે ગીમાકોન આઇએમએ નેટકોન 2025 કાર્યક્રમમાં આગામી ડિસેમ્બરમાં આ એવોર્ડ એનાયત કરાશે તેવી માહિતી આપી હતી. હાલના મંત્રી ડો. આનંદ હિરાણીએ ડો. પી. એન. આચાર્ય, ડો. ઉદય ગણાત્રા, ડો. જ્ઞાનેશ્વર રાવ, ડો. મહાદેવ પટેલ, ડો. માધવ નાવલેકર સહિત ભુજ આઇએમએના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Panchang

dd