• ગુરુવાર, 26 જૂન, 2025

ખેડૂત અને બજાર વચ્ચે સેતુ રચશે કૃષિમેળો

ભુજ, તા. 25 : કિસાન વાડી-ખેતરમાં પાક પોંખી, લણીને બેસી ન રહેતાં જાતે જ સીધો બજાર સુધી પહોંચશે, ત્યારે જ બે પાંદડે થશે, તેવા સંદેશ સાથે શહેરનાં આંગણે વધુ એકવાર હાઈટેક કૃષિડેરી એક્સપો યોજાવા જઈ રહ્યો છે. કચ્છમિત્રના પ્રચાર સહયોગથી `નર્મી' સંસ્થા દ્વારા મુખ્ય પ્રાયોજકની ભૂમિકામાં અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી મિરજાપર રોડ પર પ્રાઈમ લોકેશન ગ્રાઉન્ડનાં વિશાળ પરિસરમાં 19મી એપ્રિલથી ચાર દિવસ માટે 14મા હાઈટેક કૃષિડેરી એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે. `મીડિયા પાર્ટનર' તરીકે અગ્રણી અખબાર કચ્છમિત્રના સહયોગથી યોજિત આ એક્સપોમાં ખેડૂતો અને બજાર વચ્ચે સેતુરૂપ બનવાની ભૂમિકા કૃષિ કોર્પોરેટ જગત ભજવશે. કચ્છની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં ચાવીરૂપ એવાં ખેતી અને પશુપાલનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે ચાર દિવસ માટે ડોમ સ્ટ્રક્ચરમાં યોજાતા કચ્છના એકમાત્ર કૃષિડેરી પ્રદર્શનની વધુ ને વધુ સંખ્યામાં મુલાકાત લઈને લાભ લેવાની આયોજકો તેમજ પ્રાયોજકોએ જિલ્લાના કિસાન-પશુપાલક સમુદાયને અપીલ કરી છે. સરહદ ડેરી, આશાપુરા ફાર્મ, મંથન નર્સરી, ભારતીય કિસાન સંઘ, રામકૃષ્ણ ટ્રસ્ટ, જિલ્લા ખેતીવાડી પ્રશાસન, બાગાયત વિભાગ, આત્મા સહિત સંસ્થાઓ તરફથી સહિયારો સહયોગ અને માર્ગદર્શન આયોજનમાં મળી રહ્યાં છે. આ હાઈટેક કૃષિડેરી એક્સપોમાં કૃષિ-પશુપાલનની વિવિધ અત્યાધુનિક ટેક્નોલોજી, આધુનિક ઉપકરણોનાં જીવંત નિદર્શન, પ્રદર્શન આકર્ષણ જમાવશે. આયોજનની તડામાર તૈયારીઓ વચ્ચે કૃષિ-પશુપાલન જગતની વિવિધ કંપનીઓમાં સહભાગી થવા માટે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd