એકતાનગર, તા. 31 : આપણે સૌએ સાથે મળીને દેશની
સરહદોની રક્ષા કરવાની છે. ઘૂસણખોરી અને ડેમોગ્રાફી (વસ્તીના ચિત્ર)માં બદલાવને રોકવાનો
છે અને સમાન નાગરિક સંહિતા લાવવા તરફ આગળ વધવાનું છે તેવું આહ્વાન સરદાર વલ્લભભાઈ પટેલની
151મી જયંતી પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી
પરથી દેશવાસીઓને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસના બીજા દિવસે શનિવારે કેવડિયા સ્થિત એકતાનગરમાં એકતા પરેડમાં
પણ સામેલ થયા બાદ મોદીએ વિપક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે, આપણે નકસલવાદને નાબૂદ કરી નાખ્યો પણ દિમાગી
નકસલો દેશમાં અરાજકતા ફેલાવવા સક્રિય છે. રાહુલ ગાંધી પણ પરોક્ષ નિશાનમાં મોદીએ જણાવ્યું
હતું કે, આ પરિબળો દેશને વિભાજિત કરવાના કાવતરાં કરી રહ્યા છે.
વિદેશમાં જઈને ગુપ્ત બેઠકો કોણ કરે છે? કયા ભારત વિરોધી તત્ત્વો
તેમને મદદ કરે છે? વિપક્ષોએ સોશિયલ મીડિયાને અફવાઓ ફેલાવવાનું
હથિયાર બનાવ્યું છે. એકતાનગરમાં 400 કરોડ રૂપિયાથી વધુ કિંમતના વિવિધ વિકાસકામોનો પ્રારંભ કરાવતાં
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક
ઊર્જા સંકટની આગથી નાગરિકોને દાઝવા નથી દીધા એ જ ભારતની તાકાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજિત સમારોહને સંબોધતાં મોદી બોલ્યા હતા કે,
ભારત દેશ સરદાર પટેલે ચીંધેલા પંથ પર પ્રગતિ કરી રહ્યો છે. વીતેલાં વર્ષે
મેં કહું્ હતું કે, આપણો દેશ નકસલવાદથી, માઓવાદથી મુક્ત નહીં થાય ત્યાં સુધી શાંતિથી બેસવાનો નથી અને આજે જુઓ,
આ વચન પાળી બતાવ્યું છે, તેવું મોદીએ જણાવ્યું
હતું. વિપક્ષ પર પણ નિશાન સાધતાં વડાપ્રધાન બોલ્યા હતા કે, આપણે
નકસલવાદને નાબૂદ કરી દીધો છે, પરંતુ `િદમાગી નકસલો' દેશમાં અશાંતિ સર્જવા કોશિશો કરી રહ્યા છે.
એ આપણાં કમનસીબ છે કે, વિરોધ પક્ષ અવરોધ પક્ષ બની ગયો છે અને
દેશના ભાગલા કરવા માગે છે, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર પરોક્ષ પ્રહાર કરતાં મોદીએ સવાલ કર્યે હતો કે, વિદેશોમાં જઇને કોણ કોની સાથે ગુપ્ત બેઠકો કરી રહ્યું છે. અફવાઓ ફેલાવવા,
ભારતની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયાનો શત્ર તરીકે ઉપયોગ કરાય છે.
વિપક્ષ દેશના લોકોના ભાગલા કરવા માગે છે. દેશવાસીઓએ દેશની અખંડતા જોખમાવતી આવી તાકાતો
વિરુદ્ધ સંગઠિત થવું જોઇએ, તેવું વડાપ્રધાન બોલ્યા હતા. મોદીએ
કહ્યું હતું કે, `એક ભારત શ્રેષ્ઠ
ભારત' અને `િવકસિત ભારત'એ આપણાં મુખ્ય લક્ષ્યો છે. અગાઉ સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચીને વડાપ્રધાન
મોદીએ સરદાર પટેલને અંજલિ આપી હતી.