• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ગુવાહાટીની હોટેલમાં ગોળીબાર : પાંચનાં મોત

ગુવાહાટી, તા. 26 : આસામની રાજધાની રક્તરંજિત બની છે. ગુવાહાટીમાં સોમવારની રાત્રે `િવલાસ' નામની હોટલમાં અંધાધૂંધ ગોળીબાર થતાં ભાગદોડ મચી ગઇ હતી. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોનાં મોત થઇ ગયાં હતાં, તો અન્ય અનેક ઘાયલ થયા હતા. અચાનક ધડાધડ ગોળીઓ વરસવાના અવાજથી ભારે અફરાતફરી મચી ગઇ હતી. લોહી નિંગળતા મૃતદેહો અને ઇજાગ્રસ્તોની ચીસોથી ભારે કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઉલુબારી વિસ્તારથી હોટલ પર લોહિયાળ હુમલા બાદ અનેક પોલીસ સ્ટેશનોની ટીમો તરત ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને આરોપી હુમલાખોરોને પકડવા તલાશી અભિયાન છેડયું હતું. હુમલાખોરોએ હોટલમાં ઘૂસી જઇને ત્યાં બેઠેલા લોકો પર અચાનક ગોળીઓ વરસાવવા માંડી હતી.હિંસાની આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં હોટલના રિસેપ્શન પર લોહીલુહાણ મૃતદેહો જોવા મળ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલો કયા કારણે કરાયો તે જાણવા માટે પોલીસે તપાસ આદરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd