મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર રાજ્ય
ચૂંટણીપંચ દ્વારા શુક્રવારે મોડી રાત સુધી રાજ્યની 29 પાલિકાઓની 2869માંથી 2784 બેઠકો માટેનાં
પરિણામો બહાર પાડવામાં આવ્યાં છે. હજી 85 બેઠકોનાં પરિણામ જાહેર થવાનાં બાકી છે. તેમાં ભાજપ 1372 બેઠકો જીતીને સહુથી મોટા પક્ષ
તરીકે ઊપસ્યો છે. મુંબઈ પાલિકાની 227માંથી 204 બેઠકોનાં
પરિણામો જાહેર થયાં છે - કુલ બેઠક :227 ,પરિણામ :221 ,ભાજપ : 87 ,શિવસેના (શિંદે) :27 ,કૉંગ્રેસ : 24 ,શિવસેના (ઠાકરે) :64 ,મનસે : 06 ,અન્ય : 13 - મુંબઈમાં
પહેલી વખત કેસરિયા પક્ષના મેયર : મુંબઈ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી): મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 29 પાલિકાની ચૂંટણી માટે ગુરુવારે
મતદાન થયા બાદ ગઈ કાલે મતગણતરી હાથ ધરાઈ હતી. રાજ્યમાં સત્તાધારી ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની પાર્ટીની
મહાયુતિએ 29માંથી પચીસ
પાલિકામાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
જણાવ્યું હતું કે જનતાએ સુશાસનના એજન્ડાને આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રનો આભાર. અહીંના
લોકો સાથે એનડીએના સંબંધ વધુ મજબૂત બન્યા છે. મુંબઈમાં ભાજપે સૌથી વધુ 88 બેઠક મેળવી છે એટલે પહેલી વખત
ભાજપના મેયર બનશે. મુંબઈમાં મહાયુતિના ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની યુતિએ 115 બેઠક મેળવી છે, જ્યારે વિરોધી પક્ષમાં રાજ-ઉદ્ધવ ઠાકરેને 72, કૉંગ્રેસને 22 તેમ જ અન્યોને 10 બેઠક મળી છે. મુંબઈની સાથે
થાણે, નવી મુંબઈ, મીરા ભાયંદર,
વસઈ વિરાર, ભીવંડી નિઝામપુર, ઉલ્હાસનગર, કલ્યાણ ડોમ્બિવલી, પનવેલ,
નાસિક, માલેગાવ, ધુળે,
જળગાવ, અહિલ્યાનગર, પુણે,
પિંપરી-ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી-મિરજ-કૂપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, લાતુર, પરભણી, અમરાવતી,
અકોલા, નાગપુર, ચંદ્રપુર
અને જાલનામાં એકસાથે મહાનગરપાલિકાની ચૂંટણી આયોજિત કરાઈ હતી. આમાંથી લાતુર,
વસઈ-વિરાર, કોલ્હાપુર અને માલેગાવમાં મહાયુતિ સિવાયના
પક્ષોને બહુમતિ મળી છે. મહારાષ્ટ્ર ભાજપના વરીષ્ઠ નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જનતા વિકાસ અને પ્રામાણિકતાથી
કામ કરનારા સત્તામાં આવે એમ ઈચ્છે છે એટલે તેમણે મહાયુતિને મત આપીને વિજયી બનાવ્યા
છે. રાજ્યની 29 પાલિકામાંથી
જનતાએ મહાયુતિને 25 પાલિકામાં
બહુમત આપ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણસવીસે જણાવ્યું હતું કે અમે ચૂંટણીમાં વિકાસનો
મુદ્દો જનતા સમક્ષ મૂક્યો, જેને મતદારોએ
હકારાત્મક પ્રતિસાદ આપ્યો. અનેક પાલિકામાં અમે વિક્રમજનક જનાદેશ મેળવ્યો છે. લોકોના
પ્રતિસાદ પરથી જણાઈ આવે છે કે તેઓ વિકાસ અને પ્રામાણિકતાથી કામ કરનારાઓ પર વિશ્વાસ
છે. અમારા સારા પ્રદર્શન સામે વિરોધી પક્ષોની મહાયુતિએ હારવાના રેકૉર્ડ બનાવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે આ પ્રચંડ વિજયને કાર્યકરો અને પક્ષના નેતાઓનો વિજય ગણાવ્યો હતો.
મુંબઈના મેયર કોણ બનશે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું
કે મહાયુતિને જનતાએ સ્પષ્ટ બહુમતિ આપી છે અને ભાજપ સૌથી મોટો પક્ષ છે એટલે સ્વાભાવિક
છે કે મેયંર ભાજપના હશે. જો કે અત્યારે મેયર કોણ બનશે એ વિશે કહેવું યોગ્ય નથી. સમય
આવ્યે બધું નક્કી થઈ જશે.