• બુધવાર, 30 એપ્રિલ, 2025

કાનપુરમાં ઝડપાયો પાકિસ્તાની જાસૂસ

કાનપુર, તા. 19 : યુપી એટીએસએ શત્રો બનાવતી કાનપુરની ફેક્ટરીમાંથી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલ્યાના આરોપમાં કુમાર વિકાસ નામના જાસૂસને ઝડપી લીધો છે. અગાઉ શત્રાગાર ફેક્ટરી હઝરતપુર ફિરોઝાબાદના કર્મચારી રવિન્દ્ર કુમારને પકડવામાં આવ્યો હતો. એટીએસ અનુસાર, કુમાર વિકાસ (38) કાનપુરની શત્ર ફેક્ટરીમાં જૂનિયર વકર્સ મેનેજર પદે હતો. તે જાન્યુઆરી ર0રપમાં ફેસબુકના માધ્યમથી કથિત પાકિસ્તાની એજન્ટ નેહા શર્માના સંપર્કમાં આવ્યો હતો. બન્નેએ વોટસએપ દ્વારા વાતચીત શરૂ કરી હતી અને વિકાસે સંવેદનશીલ માહિતી તેની સાથે શેર કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd