મોસ્કો, તા. 10 : યુક્રેને રશિયા ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો
હુમલો બોલાવ્યો છે. યુક્રેન તરફથી મોસ્કોમાં ડઝનબંધ ડ્રોન દાગવામાં આવ્યાં હતાં અને
આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરાયો છે. જો કે, રશિયાએ કહ્યુyં હતું કે, એક જ જણને ઈજા થઈ છે. આ હુમલાનાં
કારણે અનેક ઉડાનો પણ અન્યત્ર વાળવી પડી છે. યુક્રેન તરફથી મોસ્કો ઉપર કમસેકમ 34 ડ્રોન
દાગવામાં આવ્યાં છે અને 2022માં શરૂ થયેલાં આ યુદ્ધમાં યુક્રેન તરફથી રશિયાની રાજધાની
ઉપર કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે. રશિયાની
વાયુસેના દ્વારા પશ્ચિમ રુસનાં અન્ય ક્ષેત્રોમાં 36 ડ્રોન નષ્ટ કરવામાં આવ્યાં હતાં.
રશિયાનાં રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, રશિયાનાં સંઘ ક્ષેત્રમાં હવાઈજહાજ જેવા ડ્રોનનો
ઉપયોગ કરીને આતંકી હુમલાને અંજામ આપવાની કીવ સરકારની કોશિશને નાકામ કરી દેવામાં આવી
છે. બીજીબાજુ યુક્રેનનું કહેવું છે કે, રશિયાએ રાતોરાત 14પ ડ્રોન લોન્ચ કર્યાં હતાં
અને તેમાંથી 62ને તોડી પાડવામાં આવ્યાં છે.