• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

બુલડોઝર ન્યાય અસ્વીકાર્ય : સુપ્રીમ

નવી દિલ્હી, તા.10 : યુપીની યોગી સરકારની બુલડોઝર કાર્યવાહીનું બાદમાં અનેક રાજ્યોએ અનુકરણ કર્યું તેના પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યંy કે, ભારતના નાગરિકોના અવાજને તેમની સંપત્તિ નષ્ટ કરવાની ધમકી આપીને દબાવી ન શકાય. કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. સીજેઆઇ પદે જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સેવા નિવૃત્ત થયા એ પહેલા તેમણે બુલડોઝર કાર્યવાહી વિશે ચુકાદો આપ્યો હતો. તેમની આગેવાની હેઠળ જસ્ટિસ જે. બી. પારદીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે, બુલડોઝરના માધ્યમથી ન્યાય કરવો એ કોઈ પણ પ્રકારની ન્યાય વ્યવસ્થાનો ભાગ ન હોઈ શકે. બુલડોઝરનાં માધ્યમથી ન્યાયનું આવું ઉદાહરણ ક્યાંય સામે આવ્યું નથી. આ એક ગંભીર ખતરો છે કે રાજ્યમાં કોઈપણ પાંખ અથવા અધિકારી દ્વારા ઉચ્ચસ્તરીય અને ગેરકાયદે વ્યવહારની મંજૂરી આપવામાં આવે તો નાગરિકોની સંપત્તિઓનું વિધ્વંસ બહારી કારણોથી પસંદગીના બદલા રૂપે હશે. સુપ્રીમે સ્પષ્ટ શબ્દોમાં કહયુ કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની મનમાની અને એકતરફી કાર્યવાહીને સહન ન કરી શકાય. જોતેની મંજૂરી આપવામાં આવી તો કલમ 300એ હેઠળ સંપત્તિના અધિકારની બંધારણિય માન્યતા એક મૃત પત્રમાં બદલાઈ જશે. સીજેઆઈ ચંદ્રચૂડની નિવૃત્તિની પૂર્વ સંધ્યાએ શનિવારે અપલોડ કરવામાં આવેલા આ આદેશને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફરજિયાત સુરક્ષા ઉપાય નિર્ધારિત કરતાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. અદાલતે કહયુ કે કોઈ પણ વિધ્વંસ પહેલાં યોગ્ય સર્વેક્ષણ, લેખિત નોટિસ અને વાંધાઓ પર વિચાર કરવો જોઈએ. કોર્ટના નિર્દેશોનું પાલન નહીં કરનાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી અને ગુનાઈત આરોપ હેઠળ કાર્યવાહી કરાશે. કોર્ટે કોઈ પણ સંપત્તિ તોડી પાડતાં પૂર્વે જરૂરી પગલાં સૂચવ્યા હતા. જેમાં ખરાઈ, સર્વેક્ષણ, લેખિત નોટિસ, વાંધા, પૂરતો સમય આપવો તથા કાયદાકીય રાહે અધિગ્રહણ સામેલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang